TV અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો ઇંગ્લેન્ડનો કેપ્ટન, પછી જાણો કોને કરી ફરિયાદ

PC: BCCI

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચોની સીરિઝની ત્રીજી મેચ ચાલી રહી છે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, આ નિર્ણય ટીમ વિરુદ્ધ ગયો કેમકે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 112 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ, જેના જવાબમાં પહેલી ઇનિંગમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવી લીધા છે. પહેલા જ દિવસે બે નિર્ણયો વિવાદાસ્પદ થઈ ગયા હતા. ચાલો તો જાણીએ આ વિવાદાસ્પદ નિર્ણયો બાબતે.

ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 2 વિવાદાસ્પદ નિર્ણયો બાદ ઇંગ્લિશ ટીમ થર્ડ અમ્પાયરથી નાખુશ નજરે પડી. પહેલા દિવસે રમત પૂરી થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને હેડ કોચ ક્રિસ સિલ્વરવૂડે મેચ રેફરી જવાગલ શ્રીનાથ સાથે વાતચીત કરી હતી. કેપ્ટન અને કોચે મેચ રેફરીને કહ્યું કે થર્ડ અમ્પાયરના નિર્ણયમાં એકરૂપતા હોવી જોઈએ, નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યા. એક રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડની ટીમના પ્રવક્તાએ કહ્યું હતું કે, ટીમના કેપ્ટન અને મુખ્ય કોચે મેચ રેફરી સાથે વાત કરી. કેપ્ટન અને મુખ્ય કોચે અમ્પાયર સામે આવનારા પડકારોને સ્વીકાર્યા.

તેમણે અમ્પાયરને કહ્યું કે થર્ડ અમ્પાયરના નિર્ણયમાં એકરૂપતા હોવી જોઈએ. મેચ રેફરીએ કહ્યું કે કેપ્ટન અમ્પાયરોને યોગ્ય સવાલ પૂછી રહ્યો હતો. પહેલી ઘટના ભારતીય ઇનિંગની બીજી ઓવરમાં હતી. સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર ઓપનર શુભમન ગિલનો કેચ બેન સ્ટોક્સે સ્લીપમાં પકડ્યો હતો. ઓન ફિલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટ આપ્યું હતું અને તેમણે થર્ડ અમ્પાયર પાસે કેચને રિવ્યુ માટે મોકલ્યો હતો. થર્ડ અમ્પાયર સી શમસુદ્દીને એક જ એન્ગલથી જોયા બાદ શુભમન ગિલને નોટ આઉટ આપી દીધો હતો.

ત્યારબાદ બેન સ્ટોક્સ ખૂબ નારાજ દેખાયો. ત્યારબાદ બીજા રિપ્લેમાં પણ એ પુષ્ટિ થઈ કે થર્ડ અમ્પાયરનો નિર્ણય સાચો હતો. બેન સ્ટોક્સના કેચ પકડવાના સમયે બોલ જમીનને અડકી ગયો હતો. એ સિવાય બેન સ્ટોક્સે રોહિત શર્મા વિરુદ્ધ સ્ટમ્પિંગની અપીલ કરી હતી. થર્ડ અમ્પાયરે રોહિત શર્માના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. મહેમાન ટીમ આ વાતથી નારાજ હતી કે થર્ડ અમ્પાયરે બીજા એન્ગલથી જોયા વિના જ તેનો નિર્ણય આપી દીધો. મેચની સમાપ્તિ બાદ ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીએ પણ થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp