ધોની અને કોહલીને સ્લેજ કેમ નથી કરતા ઓસ્ટ્રેલિયન ખેલાડી, ડીન જોન્સે જણાવ્યું કારણ

PC: deccanherald.com

પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડીન જોન્સે 2015 વર્લ્ડ કપ જીતનારી ટીમના કેપ્ટન માઈકલ ક્લાર્કના એ નિવેદનનું ખંડન કર્યું છે, જેમાં ક્લાર્કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર એ આરોપ લગાવ્યો હતો કે, તેમણે પોતાના IPL કોન્ટ્રાક્ટ બચાવવા માટે વિરાટ કોહલીને જાણી જોઈને સ્લેજ નહોતો કર્યો. તમને યાદ અપાવી દઈએ કે, એપ્રિલમાં ક્લાર્કે એ કહીને ક્રિકેટની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે વિરાટને સ્લેજ કરવાનું છોડી દીધું હતું, કારણ કે તેમને ખબર હતી કે વિરાટની સાથે ખોટો વ્યવહાર તેમને ભારે પડી શકે છે. તેમનું એવું વિચારવું ખોટું પણ નહોતું, કારણ કે વિરાટ છે તો ભારતીય કેપ્ટન અને તેની સાથે ખોટા વ્યવહારની સીધી અસર ભારતીય ક્રિકેટ પર પડે છે, પછી ભલે IPL હોય કે પછી બે દેશોની કોઈ સીરિઝ.

જોન્સે કહ્યું કે, વાત જાણે એમ છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વિરાટ અને એમ. એસ. ધોનીને એટલા માટે સ્લેજ નથી કરતા કારણ કે સ્લેજિંગ આ બંને ખેલાડીઓ માટે ઓક્સિજનનું કામ કરે છે. વિરાટ અને ધોનીને ઉશ્કેરવાનો મતલબ છે, તેમને ચેલેન્જ કરવા અને એ તો આખું ક્રિકેટ જગત જાણે છે કે વિરાટ અને ધોની બંને જ પડકારોનો સ્વીકાર કરવા અને તેને હાંસલ કરવામાં માહેર છે. એવામાં દુનિયાના કોઈપણ ખેલાડી એ બંનેને છેડવા અથવા ચેલેન્જ આપવાનું મૂર્ખતાપૂર્ણ કાર્ય નહીં કરશે કારણ કે જો તેમણે એવું કર્યું તો મેચનો પ્રવાહ સંપૂર્ણરીતે બદલાઈ જશે. અહીં સમજવા જેવી વાત એ છે કે, વિરાટ અને ધોની બંને જ આક્રામક ખેલાડી છે અને તેમને છંછેડવા વિરોધી ટીમને ખૂબ જ ભારે પડી શકે છે.

ડીન જોન્સે એક યુટ્યૂબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યું, હું તમને તેનું કારણ જણાવીશ કે તે તમામ વિરાટની સામે ચૂપ કેમ હતા. જ્યારે વિવ રિચર્ડ્સ બેટિંગ કરવા આવ્યો ત્યારે અમે શાંત થઈ ગયા. અમે જાવેદ મિયાંદાદ અને માર્ટિન ક્રોના આવવા પર પણ ચૂપ થઈ ગયા. તેની પાછળ આ જ એક કારણ છે. તમે વિરાટ કોહલી અથવા એમ. એસ. ધોનીને હેરાન કરવા કે તેમને ઉશ્કેરવા નહીં માગશો કારણ કે સ્લેજિંગ તેમને ખૂબ જ પસંદ છે. તેમના માટે તે ઓક્સિજનનું કામ કરે છે.

જોન્સે આગળ કહ્યું, તેમને ઓક્સિજન ના મળવો જોઈએ. પરંતુ મને IPL કોન્ટ્રાક્ટના કારણે વિરાટને હેરાન ન કરવા અંગે જે કારણ આપવામાં આવ્યું તે બકવાસ લાગે છે. શું વિરાટ કોઈને રમતા રોકવાનો છે? તે કોચ અને પ્રબંધકો માટે છે.

ક્લાર્કના એ નિવેદનને હાલના ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને પણ રદ્દ કરી દીધુ હતું અને કહ્યું હતું, જે પણ ખેલાડીઓના હાથમાં બોલ કે બેટ હતો, તે તમામ પોતપોતાની તરફથી ઓસ્ટ્રેલિયાની મેચ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને નથી ખબર કે કોણ તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યું હતું. હાં, અમે એ જરૂર ઈચ્છતા હતા કે કોહલીને ઉશ્કેરવામાં ન આવે, કારણ કે તેને કારણે તે ખૂબ જ સારું રમવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp