ગોલ્ફર અર્જૂને પોતાની 102 ટ્રોફી અને કમાણી કોરોના સામે લડવા આપી, PM બોલ્યા...

PC: twitter.com

કોરોના વાયરસના કારણે આખા વિશ્વમાં અફરાતફરી મચી જવા પામી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે, ત્યારે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓ અને સિંગરોએ મદદ માટે હાથ લંબાવ્યા છે, ત્યારે હવે રમત જગતના દિગ્ગજો પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે. એ અનુસાંધાને યુવા ગોલ્ફ ખેલાડીએ પણ મદદ માટે હાથ લંબાવ્યા છે. નોયડાના રહેવાસી ગોલ્ફર અર્જૂન ભાટીએ પોતાની ટ્રોફીઓ અને કમાણી 102 લોકોને આપી દીધી હતી. અર્જૂન ભાટીએ ટ્વીટ કર્યું હતું કે, ‘જે દેશ વિદેશથી જીતીને મેળવેલી 102 ટ્રોફી હતી તે સંકટના સમયે મેં 102 લોકોને આપી દીધી. તેનાથી આવેલા કુલ 4,30,000 રૂપિયા PM કેર ફંડમાં દેશની મદદ માટે આપી દીધા. આ સાંભળીને દાદી રડી અને પછી બોલી તું સાચે જ અર્જૂન છે. આજે દેશના લોકો બચવા જોઈએ, ટ્રોફી તો પાછી આવી જશે.

અર્જૂન ભાટીના ટ્વીટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કરતા લખ્યું કે, ‘દેશવાસીઓની આ જે ભાવના છે તે કોરોનાની મહામારીના સમયે સૌથી મોટો આધાર છે. આ પહેલા અર્જૂન ભાટીની દાદીએ પોતાનું એક વર્ષનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. અર્જૂન ભાટીએ સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી હતી. લગભગ 150 ગોલ્ફ ટૂર્નામેન્ટ રમી ચુકેલા 15 વર્ષીય અર્જૂન ભાટીએ ગયા વર્ષે કેલિફોર્નિયામાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તે વર્ષ 2016માં અંડર-12 અને વર્ષ 2018માં અંડર-14 કિડ્ઝ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp