વિલિયમસને જણાવ્યું વોર્નર ફરી SRH માટે રમશે કે નહીં

PC: iplt20.com

આ સીઝનમાં પહેલી વખતે ડેવિડ વોર્નર વિના રમવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને મોટી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાન રોયલ્સ (RR)એ તેને 55 રનથી મ્હાત આપી દીધી. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય પૂરી રીતે ખોટો સાબિત થયો. જોસ બટલરની પહેલી T20 સેન્ચુરીની મદદથી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 220 રન બનાવી નાખ્યા. બટલરે 124, જ્યારે સંજુ સેમસને 48 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સારી શરૂઆત કરી. તેમણે પાવરપ્લેમાં 57 રન બનાવી લીધા હતા પરંતુ આ સ્કોર પર ઓપનર મનીષ પાંડે આઉટ થઈ ગયો હતો. 70 રનના ટોટલ સ્કોર પર જોની બેયરસ્ટો અને 105 સુધી આવતા આવતા વિજય શંકર અને કેન વિલિયમસન પોવેલિયન ફરી ગયા હતા. અંતમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રન જ બનાવી શકી. પોતાની કેપ્ટનીમાં પહેલી જ મેચમાં હાર બાદ કેન વિલિયમસને કહ્યું હતું કે, આ એક મુશ્કેલ દિવસ હતો. રાજસ્થાન રોયલ્સે ખૂબ જ કમ્પિટિટિવ ટોટલ બનાવ્યો. જોસ બટલર શાનદાર લયમાં હતો.

તેણે આગળ કહ્યું કે બેટ સાથે તમે કેટલીક વસ્તુ પોતાની તરફ આવતી જોવા માંગો છો. છેલ્લા 3 અઠવાડિયામાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો, પરંતુ અમે તેની સામે લડતા રહ્યા અને એડજસ્ટ કરતા રહ્યા. એ મેચમાં કેન વિલિયમસને રાશિદ ખાનને પાવર પ્લેમાં જ બોલિંગ કરવા આપી દીધી હતી. એ બાબતે તેણે કહ્યું કે જોસ બટલર અને સંજુ તેમની તરફથી મોટા પ્લેયર છે, એટલે અમે ઇચ્છતા હતા કે તેમને વધારેમાં વધારે બોલ નાખે. એ અમારા માટે કેરેક્ટર બિલ્ડિંગ છે. વસ્તુઓ થોડી આમ તેમ થાય છે અને આ ગેમ ઝડપથી બદલાઈ જાય છે. રાજસ્થાન તરફથી શાનદાર બેટિંગ થઈ, પરંતુ અમારે કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે.

આ મેચ પહેલા જ સનરાઇઝર્સની ટીમે ડેવિડ વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસનની કેપ્ટનીમાં બનેલી પહેલી ટીમમાંથી ડેવિડ વોર્નરનું નામ ગાયબ હતું. આ બાબતે પૂછવામાં આવતા કેન વિલિયમસને કહ્યું કે ટીમમાં ઘણા લીડર છે અને અમારું યોગ્ય રહેવું મહત્ત્વપૂર્ણ છે. વોર્નર એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને મને વિશ્વાસ છે કે પ્લેઇંગ ઇલેવનમાં તેની વાપસીની વાત કરવામાં આવશે. પોતાની 7 મેચમાંથી 6 મેચ હારી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમની આગામી મેચ 4 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp