IPL 2020માં યુવરાજ સિંહ આ ટીમ તરફથી રમી શકે છે

PC: indiatimes.in

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ભારતીય ખેલાડી યુવરાજ સિંહ હાલમાં વિદેશી લીગોમાં રમતો દેખાય રહ્યો છે. જોકે, ફેન્સ તેને ભારતમાં રમતો જોવા માંગે છે. એની વચ્ચે KKRએ મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થઈ ચૂકેલા યુવરાજ સિંહમાં રુચિ દેખાડી છે.

KKRના CEO વેંકી મૈસૂરે ટ્વીટ કરીને IPLની 12મી સીઝનના ઓક્શનમાં યુવરાજ સિંહ પર બોલી લગાવવાની વાત કહી છે. આ ટ્વીટને KKRના ટ્વીટર અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, યુવરાજ અમે ક્રિસ લિનને રીલિઝ એટલા માટે કર્યો કે અમે તમારા પર બોલી લગાવી શકીએ. બંને ચેમ્પિય ખેલાડીઓ પ્રત્યે પ્રેમ અને સન્માન.

મેસૂરની ટ્વીટ યુવરાજના એ નિવેદન પછી આવી છે જેમાં તેણે KKRમાંથી રીલિઝ કરવામાં આવેલા ખેલાડી ક્રિસ લિન વિશે વાત કહી હતી.

યુવરાજનું માનવું છે કે, ક્રિસ લિન જેવા દિગ્ગજ ખેલાડીને રીલિઝ કરવું KKRની મોટી ભૂલ છે. T-10 લીગમાં અબુધાબી ટીમ વિરુદ્ધ તોફાની બેટિંગ કરીને માત્ર 30 બોલમાં અણનમ 91 રનની ઈનિંગ ક્રિસે રમી હતી.

એવામાં યુવરાજે લિનની બેટિંગને જોઈને કહ્યું કે, તેણે જોરદાર બેટિંગ કરી છે. તેને જોવું રોચક રહ્યું. તે એવો ખેલાડી છે જેને હું KKRમાં જોવો પસંદ કરતે. KKR માટે ક્રિસ લિને યાદગાર ઈનિંગ રમી છે. મને ખરેખર નછી ખબર કે આખરે ક્રિસ લિનને KKRએ રીલિઝ કેમ કર્યો. KKRએ ભૂલ કરી નાખી છે. KKRએ ક્રિસ લિન સિવાય રોબીન ઉથપ્પાને પણ રીલિઝ કરી દીધો છે. IPL 2020નું ઓક્શન 20 ડિસેમ્બરના રોજ કલકત્તામાં થવાનું છે.

IPL 2020માં નહિ રમે યુવરાજઃ

જોકે, આ ટ્વીટ પછી ફેન્સે ખુશ થવાની કોઈ જરૂર નથી. કારણ કે યુવરાજની IPL 2020ના ઓક્શનમાં ભાગ લેવાની કોઈ સંભાવના નથી. આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા યુવરાજે વિદેશી લીગ મેચોમાં રમવા માટે BCCI પાસેથી NOC લીધી છે. જેના કારણે તે IPLમા ભાગ નહિ લઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp