લોકેશ રાહુલની ગર્લફ્રેન્ડ આપે છે ભલભલી બોલિવુડ એક્ટ્રેસને ટક્કર

PC: thecricketlounge.com

IPL 2018માં કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનર ખેલાડી લોકેશ રાહુલે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. લોકેશ રાહુલ આ સીઝનમાં IPLના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી ચર્ચામાં આવ્યો હતો. લોકેશ રાહુલે 14 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

પિતા હતા ગાવસ્કરના મોટા ફેન

કેએલ રાહુલનું આખુ નામ કન્નૂર લોકેશ રાહુલ છે. વાસ્તવમાં તેના પિતા સુનીલ ગાવસ્કરના ખૂબ મોટા ફેન હતા. તે ગાવસ્કરના દીકરાના રોહનના નામ પરથી પોતાના દીકરાનું નામ રાખવા માંગતા હતા. પરંતુ કોઇએ તેમને ખોટી માહિતી આપી હતી કે ગાવસ્કરના દીકરાનું નામ રાહુલ છે અને તેમણે પોતાના દીકરાનું નામ રાહુલ રાખી દીધું. બાદમાં જાણવા મળ્યું કે ગાવસ્કરના દીકરાનું નામ રોહન ગાવસ્કર છે. રાહુલના પિતા કે.એન લોકેશ NITK, Surathkal માં સિવિલ એન્જિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હેડ છે. લોકેશની માતા રાજેશ્વરી પણ મેગ્લોર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. લોકેશે કોમર્સમાં ગેજ્યુએશન કર્યું છે. લોકેશ રાહુલે 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. લોકેશ રાહુલનો રોલ મોડલ રાહુલ દ્રવિડ છે. લોકેશ રાહુલ વન-ડેમાં પ્રથમ મેચમાં સદી ફટકાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેણે ઝીમ્બાબ્વે સામે જૂન 2016માં પ્રથમ મેચ રમી હતી.

પર્સનલ લાઇફને કારણે રહે છે ચર્ચામાં

લોકેશ રાહુલ પોતાની આક્રમક ઇનિંગની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તેની ગર્લફ્રેન્ડનું નામ એલિક્જિર નાહર છે. લોકેશ અને નાહરની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છે. રાહુલની આ ગર્લફ્રેન્ડ તેના જ શહેર બેંગલોરમાં રહે છે અને મોડલિંગ કરી ચુકી છે.નાહર ટીવી એન્કર પણ છે. તે એક ટીવી ચેનલમાં સ્પોર્ટ્સ એન્કર તરીકે જોડાયેલી છે. એટલું જ નહી પરંતુ તે ફાઇવ સ્ટાર હોટલમાં માર્કેટિંગ એસોસિએટ પણ રહી ચૂકી છે. નાહર કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઓપન લેટર લખવાને લઇને ચર્ચામા આવી હતી.નાહરે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી જર્નાલિઝમ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. નાહર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

Source

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp