સચિન-ગાંગુલી આ કારણે 2007માં T20 વર્લ્ડકપ રમ્યા ન હતા, દ્રવિડે કહી આ વાત

PC: sportskeeda.com

વર્ષ 2007માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં પહેલો T20 વર્લ્ડકપ રમવા માટે ગઈ હતી. યુવાનોની ફોજ સમાન ભારતીય ક્રિકેટ ટીમમાં સહેવાગ, હરભજન, અગરકર તથા યુવરાજસિંહ જેવા ચાર મોટા અને અનુભવી ખેલાડીઓ હતા. પણ આ ટીમમાં સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા ખેલાડીઓ ન હતા. પણ સિનિયર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતા ભારતીય ક્રિકેટ ટીમે બેસ્ટ પર્ફોમ કર્યું અને T20નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ ટુર્નામેન્ટની ફાયનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું હતું. પણ સચિન, રાહુલ અને ગાંગુલી આ ટીમમાં શા માટે ન હતા એ પાછળનું કારણ તમને ખબર છે? આ પ્રશ્નનો જવાબ તાજેતરમાં જ એ સમયે ટીમના મેનેજર રહી ચુકેલા લાલચંદ રાજપુતે કર્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ દ્રવિડના કહેવાથી સચિન અને ગાંગુલી આ વર્લ્ડકપ રમવા માટે ગયા ન હતા. એ વાત સાચી છે કે, રાહુલ દ્રવિડે સચિન અને ગાંગુલીને T20 વર્લ્ડકપ રમતા રોક્યા હતા. ઈંગ્લેન્ડમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો હતો અને કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડથી જોહાનિસબર્ગ સીધા પહોંચ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે, આ તક આપણે ક્રિકેટ ટીમના યુવા ખેલાડીઓને આપવી જોઈએ.

પણ વર્લ્ડકપ જીતી લીધા બાદ એમને અફસોસ જરૂર થયો હશે. કારણ કે સચિન હંમેશાં મને કહેતો હતો કે, હું આટલા વર્ષોથી ક્રિકેટ રમી રહ્યો છું, પણ અત્યાર સુધીમાં વર્લ્ડકપ જીતી શક્યો નથી. લાલચંદ રાજપૂતે ધોનીને ગાંગુલી અને દ્રવિડનું મિશ્રણ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, ઈમાનદારીથી કહું તો ધોની ખૂબ શાંત હતો અને તે હરિફ કરતા બે પગલાં આગળનું વિચારતો હતો. તે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનું મિશ્રણ હતો. ગાંગુલી હંમેશાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારતો અને તે એવા ખેલાડીઓમાંથી છે જેમણે ભારતીય ક્રિકેટની માનસિકતા બદલવામાં મદદ કરી છે. આ જ વસ્તુ ઘોની સાથે ક્રિકેટજગતમાં આગળ વધી છે. કારણ કે ધોની પણ ખેલાડીઓની ક્ષમતા અનુસાર તક આપતો હતો. જે ખેલાડીમાં તેને વધુ ક્ષમતા દેખાતી હતી. એમને તે પૂરતી તક આપતો હતો. ધોની મેદાન પર કોઈ પ્રકારનું એક્શન દેખાડતો ન હતો. જે ખેલાડીઓને તેમનું બેસ્ટ પર્ફોમન્સ આપવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp