કમાણીના મામલે મેસીએ રોનાલ્ડોને પછાડ્યો, જુઓ કોહલી કયા સ્થાને

PC: sportsclub.co.za

સ્પોર્ટ્સ મેગેઝીન ફોર્બ્સે 2020માં સૌથી વધારે કમાણી કરનારા ફુટબોલરની લિસ્ટ બહાર પાડી છે. જેમાં આર્જેન્ટિનાના લિયોનલ મેસી લગભગ 924 કરોડ રૂપિયાની કમાણીની સાથે ટોચ પર છે. આ બીજુ વર્ષ છે જ્યારે મેસી પહેલા સ્થાને રહ્યો છે. કોરોના વાયરસના લીધે મેસીને ગયા વર્ષ કરતા 7 કરોડ રૂપિયા ઓછી કમાણી થઇ છે.

તો પોર્ટુગલના રોનાલ્ડો લગભગ 858 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા નંબરે છે. જોકે, કોરોના કાળમાં તેની કમાણી ગયા વર્ષની તુલાનામાં 59 કરોડ રૂપિયા વધી છે.

કિલિયનની કમાણીમાં 88 કરોડનો વધારો

આ વખતે ફ્રાંસના કિલિયન એમ્બાપ્પેએ સૌને ચોંકાવ્યા છે. જે પહેલીવાર ટોપ 5માં સામેલ થયો છે. ગયા વર્ષે આ ફુટબોલર 220 કરોડ રૂપિયાની કમાણીની સાથે સાતમાં સ્થાને હતો. 2020માં તેની કમાણી વધીને 308 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

નેમારને કોરોનાને લીધે નુકસાન

બ્રાઝીલ સ્ટાર પ્લેયર નેમાર જૂનિયરની કમાણી પણ કોરોનાને લીધે ઓછી થઇ છે. નેમાર 704 કરોડ રૂપિયાની કમાણીની સાથે સતત બીજા વર્ષે બીજા નંબરે કાયમ છે. જ્યારે ગયા વર્ષે નેમારની કમાણી 770 કરોડ રૂપિયાની હતી.

મિસ્ત્ર નો મોહમ્મદ સાલાહ કોરોનાની વ્ચચે 271 કરોડની બંપર કમાણીની સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લિશ ફુટબોલ ક્લબ લિવરપુલના સ્ટાર પ્લેયરે ગયા વર્ષની સરખામણમાં 87 કરોડ રૂપિયાની વધારે કમાણી કરી છે.

ફોર્બ્સે ચાર મહિના પહેલા 2019-20 સીઝનમાં દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટ બહાર પાડી હતી. જેમાં ટેનિસ સ્ટાર રોજર ફેડરર 106.3 મિલિયન ડૉલર એટલે કે 802 કરોડ રૂપિયાની કમાણીની સાથે ટોપ પર કાયમ હતા. તેણે મેસી અને રોનાલ્ડોને પણ પછાડી દીધા હતા.

ટોપ 100માં કોહલી એકમાત્ર ભારતીય

ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો માત્ર વિરાટ કોહલી ટોપ 100માં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી 196 કરોડ રૂપિયાની કમાણીની સાથે 66માં નંબરે કાયમ છે. કોહલી સતત ચોથા વર્ષે આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.

ઉલ્લેખનીય છે કોરોના વાયરસના કારણે પાછલા ઘણાં મહિનાઓથી સ્પોર્ટ્સ ઈવેન્ટ બંધ રહી હતી. જોકે, ત્યાર પછી ધીમે ધીમે ઘણાં દેશોમાં રમત ફરી શરૂ થઇ છે. આ કડીમાં ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ જેવી રમતોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp