હાર્દિક પંડ્યા જ નહીં આ 5 ક્રિકેટર્સ પણ લગ્ન પહેલા બની ગયા છે પપ્પા

PC: indianexpress.com

ક્રિકેટર્સ પોતાના પર્ફોમન્સને લઈને જ નહીં પણ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. એ પછી કોઈ ક્રિકેટર્સના લગ્નની વાત હોય કે અફેર્સની વાત.એમની દરેક ગતિવિધિઓ હેડલાઈન્સમાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના બોલર હાર્દિક પંડ્યા તા.30 જૂલાઈના રોજ એક પુત્રના પિતા બન્યા છે. પણ ચર્ચા એ પણ રહી છે કે, નતાશા અને હાર્દિકે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે, આવું કરનાર માત્ર હાર્દિક એકમાત્ર ક્રિકેટર નથી. જેઓ લગ્ન પહેલા પિતા બન્યા છે.

જો રૂટ

ઈગ્લેન્ડના ખેલાડી બેટ્સમેન અને કેપ્ટન જો રૂટ પણ લગ્ન પહેલા પિતા બન્યા છે. વર્ષ 2017માં એમને ત્યાં સંતાનનો જન્મ થયો હતો. ત્યાર બાદ વર્ષ 2018માં તેમણે પોતાની ગર્લફ્રેન્ડ કૈરી કોટ્રેલ સાથે લગ્ન કરી લીધા હતા. તાજેતરમાં જ જો રૂટ ફરી એકવખત પિતા બન્યો છે. જૂલાઈ મહિનામાં એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે.

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના ખેલાડી બેટ્સમેન ડેવિડ વોર્નરે વર્ષ 2015માં જાણીતી મોડલ કૈંડિસ ફાલજન સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્ન પહેલા તે પિતા બની ચૂક્યો હતો. વર્ષ 2014માં કૈંડિસે પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો.

વિવિયન રિચર્ડ

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન વિવિયન રીચર્ડ અને બોલિવુડની એક્ટ્રેસ નીના ગુપ્તાનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું છે. નીના વિવિયન રીચર્ડની પુત્રીની માતા છે જેનું નામ મસાબા છે. જોકે, નીના અને વિવિયન રિચર્ડે ક્યારેય લગ્ન કર્યા નથી. નીનાએ પોતાની આ દીકરીને એકલા હાથે ઉછેરીને મોટી કરી છે.

ક્રિસ ગેલ

આ યાદીમાં સફળ બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પણ છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડી ક્રિસ ગેલે વર્ષ 2009માં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કર્યા હતા. જેના એક વર્ષ પહેલા વર્ષ 2008માં ગેલને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો.

વિનોક કાંબલી

સચીન તેંડુલકરના જીગરી દોસ્ત વિનોદ કાંબલીએ પોતાની પ્રથમ પત્ની લૈવિસને છૂટાછેડા આપ્યા બાદ ફેશન મોડલ આંદ્રયા હૈવિટનો હાથ પકડ્યો હતો. કાંબલી અને આંદ્રયા વચ્ચે લાંબા સમય સુધી અફેર ચાલ્યું હતું. આ દરમિયાન વર્ષ 2010માં આંદ્રયા કાંબલી માતા બની ચૂકી હતી. વર્ષ 2014માં પછી બંનેએ લગ્ન કરી લીધા હતા પણ એ પહેલા એમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp