શું થયું સની દેઓલ, ઉર્મિલા માંતોડકર, વિજેન્દર સિંહ અને ગૌતમ ગંભીરનું?

PC: khabarchhe.com

લોકસભા ચૂંટણીના રિઝલ્ટમાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીનસ્વીપ કરી લીધી છે. આ વખતે પોલિટિક્સ સાથે વર્ષોથી સંકળાયેલા નેતાઓ સિવાય સેલિબ્રિટિઝ પણ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં ગૌતમ ગંભીર, વિજેન્દર સિંહ, ઉર્મિલા માંતોડકર અને સની દેઓલ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ત્યારે આ ચારેય સ્ટારનું પરિણામ શું આવ્યું તે જાણીએ.

સની દેઓલની વાત કરીએ તો તે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ઉભો હતો, જ્યાં તેણે જીત મેળવી લીધી છે. ઇલેક્શન કમિશનના 8 વાગ્યા સુધીના આંકડા મુજબ સની દેઓલ 551177 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના સુનિલ જાખરને 474168 મત મળ્યા છે.

ઉર્મિલા માંતોડકરની વાત કરીએ તો તે કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તરથી ચૂંટણી લડી હતી, જેમાં તેનો કારમો પરાજય થયો હતો. આ સીટ ભાજપના ગોપાલ શેટ્ટીને 604011 મત મળ્યા છે, જ્યારે ઉર્મિલાને 208413 મત જ મળ્યા હતા.

વિજેન્દર સિંહની વાત કરીએ તો તે કોંગ્રેસની ટિકિટ પર સાઉથ દિલ્હીથી ઉભો રહ્યો હતો, જ્યાં તેનો પરાજય થયો છે. રિપોર્ટ મુજબ વિજેન્દરને 163228 મત મળ્યા છે, જ્યારે ભાજપના રમેશ ભિદુરીને 679402 મત મળ્યા છે.

ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી પૂર્વ દિલ્હીથી ઉભો રહ્યો હતો, જ્યાં તેણે 696156 મત મેળવ્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર લવલીએ 304934 મત મેળવ્યા હતા, જ્યારે AAPના ઉમેદવાર આતિશીએ 219328 મત મેળવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp