વોર્નર જ નહીં કેપ્ટનના નિર્ણયનો આ રીતે સચિન પણ બન્યો હતો ભોગ

PC: ibtimes.co.in

ડેવિન વોર્નરે શનિવારે ત્રેવડી સદી ફટકારીને ઘણાં રેકોર્ડ પોતાને નામ કર્યા. વોર્નર પિંક બોલ પર ત્રેવડી સદી મારનારો બીજો બેટ્સમેન બન્યો અને સાથે સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી મોટો સ્કોર પણ કર્યો હતો. જો કે ક્રિકેટ ચાહકો એ સમયે અચાનક ચોંકી ઉઠ્યા જ્યારે ડેવિડ વોર્નર 335 રને રમતમાં હતો અને કેપ્ટન ટીમ પેન દ્વારા ઓસ્ટ્રેલિયન ટીમનો દાવ જાહેર કરી દેવાયા જેને લીધે ટેસ્ટ તે બ્રાયન લારાના 400 રનના રેકોર્ડનો તોડી શક્યો ન હતો.

સોશિયલ મીડિયામાં આ નિર્ણયની ભારે ટીકા થઇ રહી છે, પણ આવી ઘટના માત્ર વોર્નર સાથે નથી થઇ. આ પહેલા સચિન તેંદુલકર સાથે પણ આ ઘટના બની હતી જ્યારે રાહુલ દ્રવિડે એ સમયે ભારતનો દાવ જાહેર કરી દીધો હતો જ્યારે સચિન 194 રન પર નોટઆઉટ રમી રહ્યો હતો.માત્ર 6 રનના લીધે સચિન બેવડી સદીથી ચૂકી ગયો હતો. મુલતાનમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાન સામે સહેવાગે ભારત તરફથી પહેલી ત્રેવડી સદી ફટકારી હતી. 

Image result for tim paine rahul dravid

આકાશ ચોપડાએ સહેવાગ સાથે મળીને 160 રનની ઓપનિંગ ભાગીદારી કરી, ચોપડા આઉટ થતાં દ્રવિડ મેદાનમાં આવ્યો પણ 6 રન ઉમેરીને આઉટ થયો. મેદાન પર સચિન આવ્યો અને સહેવાગ સાથે મળીને 336 રનની ભાગીદારી કરી હતી. સહેવાગે આ દરમિયાન ભારત તરફથી પહેલી ત્રેવડી સદી ફટકારી. સહેવાગ 309 રન પર આઉટ થયો. ત્યારબાદ સચિન યુવરાજ સાથે સારું રમી રહ્યો હતો પરંતુ 194 રન પર હતો ત્યારે યુવરાજ આઉટ થયો અને દ્રવિડે દાવ જાહેર કરી દેતાં સચિનના લાખો ચાહકોને દ્રવિડે નિરાશ કર્યા હતા. સચિને જો કે આ વાત પર ક્યારેય નારાજગી વ્યક્ત કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp