કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું, પેનલમાં લઈ લો, હું ધ્યાન રાખીશ

PC: dainikbhaskar.com

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ફરી એકવખત કોમેન્ટ્રી પેનલમાં સામિલ કરવા માટે અપીલ કરી છે. આ વિષય પર BCCIને એક ઈમેલ પણ તેમણે કર્યો છે. આ ઈ-મેઈલમાં તેમણે એક એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, તેઓ બોર્ડે નક્કી કરેલી એક ગાઈડલાઈન અનુસાર કાર્ય કરશે. IPL2020ની કોમેન્ટ્રી પેનલમાં સામિલ કરવા માટે તેમણે બોર્ડને વિનંતી કરી છે. સિનિયર ખેલાડી માંજરેકરને આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરિઝ પહેલા કોમેન્ટ્રી બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

 

જોકે, કોરોના વાયરસની મહામારીને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ ન હતી. અખબારી અહેવાલ અનુસાર બોર્ડને પાઠવવામાં આવેલા ઈ-મેઈલમાં તેમણે લખ્યું હતું કે, માનનીય અપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ. હું એવી આશા રાખું છું કે, આપ સૌ કુશળ હશો. મેં અગાઉ પણ આ વિષયને લઈને ઈ-મેઈલ કર્યો હતો. જેમાં મેં એક કોમેન્ટેટર તરીકેની મારી ભૂમિકા અંગે જણાવ્યું હતું. જ્યારે હવે IPLની તારીખ જાહેર થઈ ગઈ છે અને BCCI ટીવી કોમેન્ટ્રી માટે સિલેક્શન કરશે. મને BCCIની ગાઈડલાઈન્સ અનુસાર કામ કરવામાં ખુશી થશે. અગાઉ આ મુદ્દે કોઈ ચિત્ર સ્પષ્ટ ન હતું. ગત વર્ષે ઈગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વન-ડે વિશ્વકપ ટુર્નામેન્ટ વખતે સંજયે ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી.

 

તેમણે જાડેજાને ટૂકડે-ટૂકડે પ્રદર્શન કરનાર ખેલાડી ગણાવ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ કહ્યું હતું કે, હું તમારી સરખામણીમાં બમણી મેચ રમ્યો છું અને હજું પણ રમી રહ્યો છું. જે લોકોએ કંઈક મેળવ્યું છે એનું સન્માન કરતા શીખો. આ નિવેદનને લઈને માંજરેકરનો વિવાદ બોર્ડ સુધી પહોંચ્યો હતો. આ પહેલા પણ ગત વર્ષે કોલકાતામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ ક્રિકેટમાં ગુલાબી બોલથી રમાયેલી મેચમાં હર્ષા ભોગલે અંગે તેમણે એક ટિપ્પણી કરી હતી. એ સમયે તેમણે એવું પણ કહ્યું હતું કે, તમે ક્રિકેટ નથી રમ્યા ફ્કત ક્રિકેટ રમનાર અંગે મેદાન પર ચાલતી વસ્તુઓ અંગે જ વાત કરી શકો છો. જાડેજા અંગે જે નિવેદન આપ્યું એ અંગે માફી માગીને વિવાદનો અંત લાવ્યા છે. તેમણે વચન આપ્યું છે કે, તેઓ બોર્ડની ગાઈડલાઈન અનુસાર કાર્ય કરશે. તે પણ એક સારા ક્રિકેટર છે અને ક્રિકેટ અંગે ઘણું નોલેજ ધરાવે છે. આ કેસમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp