નેહરાએ કહ્યું, આ બેટ્સમેન ન્યૂઝીલેન્ડ પ્રવાસે ભલે ફ્લોપ રહ્યો પણ તે વિશ્વાસપાત્ર

PC: sportzwiki.com

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાને ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલ ખૂબ જ વિશ્વાસપાત્ર બેટ્સમેન લાગે છે. નેહરાએ મયંકની પ્રશંસા કરતા કહ્યું કે, ભલે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસે ફ્લોપ સાબિત થયો પણ મને વિશ્વાસ છે કે તેણે કંઇક તો ત્યાં શીખ્યું હશે અને ભવિષ્યમાં તે ત્યાં રન બનાવતો જરૂર જોવા મળશે. આ પૂર્વ લેફ્ટઆર્મ ફાસ્ટ બોલરે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ કોઈપણ બેટ્સમેન માટે સૌથી મુશ્કેલ સ્થાનમાંથી એક છે. એવામાં મયંકનો તે પહેલો પ્રવાસ હતો અને તેની પાસેથી વધારે અપેક્ષા કરી શકાય એમ નહોતી. પણ મને લાગે છે કે મયંકે તેના અનુભવથી જરૂર કંઇક શીખ્યું હશે.

નેહરાએ કહ્યું કે, કોઈને પણ સમય લાગે છે અને ન્યૂઝીલેન્ડ કોઇ સરળ જગ્યા નથી. હું મારા અનુભવથી કહું તો તે ધરતી પર સૌથી મુશ્કેલ જગ્યા છે. ન્યૂઝીલેન્ડ હંમેશાથી જ મુશ્કેલ રહ્યું છે. તો મને પૂરો વિશ્વાસ છે કે, મયંક અગ્રવાલે પણ ઘણું શીખ્યું હશે.

જણાવી દઇએ કે, મયંક અગ્રવાલને કીવી પ્રવાસ પર 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. તેણે ન્યૂઝીલેન્ડમાં જ પોતાના વનડે કરિયરની શરૂઆત કરી પણ મયંક 3 વનડેમાં માત્ર (32, 3 અને 1) 36 રન જ બનાવી શક્યો. બે ટેસ્ટની 4 ઈનિંગમાં પણ આ બેટ્સમેન માત્ર(34, 58, 7 અને 3) 102 રન જ બનાવી શક્યો. 41 વર્ષીય નેહરાએ કહ્યું કે, તે પ્રવાસ સૌ કોઇ ખેલાડી માટે મુશ્કેલ હતો અને તેમાં કોઇ શંકા નથી કે મયંકે ત્યાં વિશ્વાસ દેખાડ્ય અને તેના કરિયરના હજુ પણ શરૂઆતી દિવસો છે. તમારે સૌને સમય આપવાનું હોય છે. મયંક અગ્રવાલે ઘરેલૂ ક્રિકેટ અને ભારત એ માટે રમેલી મેચમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે જ તેને આ તક મળી છે.

નેહરાએ કહ્યું કે, મયંક અગ્રવાલ કોઇ એવો ખેલાડી નથી જે માત્ર એક કે બે વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે એટલે તેને અચાનક ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણાં રન બનાવ્યા અને મને પૂરો વિશ્વાસ છે કે તે સમયની સાથે વધુ સારું અને સારું પ્રદર્શન કરશે. મયંકે  ખરાબ ઈનિંગ્સ રમ્યા પછી બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે મળી કામ કર્યું. તેમણે ઈમ્પ્રૂવ કરવા લાયક બાબતો પર કામ કર્યું. પ્રથમ ઈનિંગમાં વહેલા આઉટ થયા પછી મયંકે ઘણી ડ્રિલ્સ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp