MCC નો પ્રસ્તાવ પાસ થયો તો ટેસ્ટ ક્રિકેટમાં થશે આ ત્રણ મોટા ફેરફાર

PC: dawn.com

ટેસ્ટ ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા માટેની કોશીશો શરૂ થઇ છે. ક્રિકેટના નિયમો બનાવનારી 232 વર્ષ જૂની સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) એ ક્રિકેટ કમિટીને મંગળવારે ત્રણ મહત્વના ફેરફાર કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. જો આ પ્રસ્તાવનો સ્વીકાર થયો તો, ટેસ્ટ મેચમાં પણ નો-બોલ પર ફ્રી હિટ આપવામાં આવશે. ધીમા રમતને ઝડપી બનાવવા માટે શોટ ક્લોક (ટાઇમર)નો ઉપયોગ કરવામાં આવશે. જુલાઇથી શરૂ થનારા વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં એક જ પ્રકારના બોલનો ઉપયોગ કરવામાં આવશે.

માઇક ગેટિંગની અધ્યક્ષતામાં મળેલી MCC ની આ કમિટીમાં સૌરવ ગાંગુલી, કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ ખેલાડી સામેલ હતા. ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે દર વર્ષે ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. નો-બોલ પર ફ્રી હિટનો ઉપયોદ વન-ડે અને ટી-20 ક્રિકેટમાં પહેલેથી જ થતો આવ્યો છે.

આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સ્લો ઓવર રેટ પર નિયંત્રણ લાવવાં માટે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી. આના હેઠળ ફિલ્ડીંગ કરનારી ટીમને આગલી ઓવર શરૂ કરવા માટે માત્ર 45 સેકન્ડનો સમય આપવામાં આવશે. નવા બેટ્મમેનને મેદાન પર આવવાં માટે પણ માત્ર 60 સેકન્ડનો જ સમય મળશે. આનું પાલન ન કરનારી ટીમને ચેતવણી આપવામાં આવશે, એક ઇનિંગમાં બે વાર આવી ભુલ થાય તો પાંચ રનની પેનલ્ટી આપવામાં આવશે.

પ્રસ્તાવ એવો છે કે બધાં જ દેશોએ એક પ્રકારનો બોલ ઉપયોગમાં લેવો જોઇએ. હાલ કોઇ દેશ SG  તો કોઇક ડ્યુક અને કોકાબુરા બોલનો ઉપયોગ કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp