વર્લ્ડ કપ વિનર કેપ્ટને આપી દીધા પત્નીને ડિવોર્સ, મા-દીકરી સાથે રહેશે

PC: intoday.in

ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચમો વિશ્વકપ અપાવનાર કેપ્ટન માઈકલ ક્લાર્કની જિંદગીમાં હડકંપ આવી ગયો છે. લગ્નના સાત વર્ષ બાદ માઈકલ ક્લાર્કે પત્ની કોઈલી બોલ્ડીને તલાક આપી દીધા છે. માઈકલ ક્લાર્કે તા. 15 મે 2012માં બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા. ક્લાર્ક અને કાઈલીની ચાર વર્ષની દીકરી પણ છે. પોતાના તલાકની જાણકારી આપતા તેણે મીડિયા સમક્ષ, કહ્યું કે,થોડા સમય સુધી સાથે રહ્યા બાદ હવે અમે અલગ થઈ રહ્યા છીએ. આ એક કઠિન નિર્ણય છે.

હજુ પણ અમે એકબીજાનું સન્માન કરીએ છીએ.પણ અમારી દીકરી તેની મા પાસે રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર 40 મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલર એટલે કે આશરે 192 કરોડ રૂપિયામાં આ તલાક થયા છે. કોઈલી વોક્સલુઝમાં રહેશે. બે વર્ષ પહેલા 2018માં એક એવા પણ વાવડ મળ્યા હતા કે, માઈકલ ક્લાર્કનું આસિસ્ટન્ટ સાશા સાથે અફેર્સ ચાલી રહ્યું છે. સાશા તેની ક્રિકેટ એકેડેમીનું કામ સંભાળી રહી છે. ક્લાર્ક અને સાશાની કેટલીક તસવીરો પણ મીડિયામાં લીક થઈ હતી. જેમાં તે બંને એક લક્ઝરી યૉટમાં બેઠા છે. આ ફોટા પરથી કહી શકાય છે કે, બંને વચ્ચે સંબંધો વિકસી રહ્યા છે. એવી પણ એક આશંકા છે કે, આ અફેર્સને કારણે પત્ની કોઈલી સાથે તલાક થયા છે.

Image result for michael clarke family

વર્ષ 2015માં રમાયેલી વિશ્વકપ ટુર્નામેન્ટ માઈકલ ક્લાર્કને કારણે ઓસ્ટ્રેલિયા ટીમ જીતી હતી. આ ઉપરાંત તે T20 ક્રિકેટ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરનાર પ્રથમ કેપ્ટન છે. આ પછી ક્લાર્કે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી. તેણે કુલ 115 ટેસ્ટ મેચમાં 8643 રન, 245 વન ડેમાં 7981 રન અને 34 T20 મેચમાં 488 રન બનાવ્યા છે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 36 સદી ફટકારી છે. પોતાના સમયને તે શ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. કોર્ટ કચેરીની બાહર જ બંનેએ સંબંધનો અંત કરવાનો નિર્ણય લીધો હતો. ક્લાર્ક છેલ્લા પાંચ મહિનાથી પોતાની પત્નીથી દૂર રહેતો હતો. છેલ્લા થોડા વર્ષોથી બંને વચ્ચે તકરાર પણ ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp