ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ નારાજ ધવન, હાર માટે આને જવાબદાર ગણાવ્યા

PC: assettype.com

ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન શિખર ધવને મુંબઈ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 71 રન બનાવ્યા હતા. છતાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા માટે 10 વિકેટે હારી ગઈ હતી.

હાર બાદ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને કહ્યું કે, મિડલ ક્રમના બેટ્સમેનોની સતત 4 વિકેટ ગુમાવવાને કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડે હારી ગયું.

શિખર ધવને મેચ બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે 10-15 ઓવર સારી રીતે રમી હતી. જ્યાં અમે 4 વિકેટો ગુમાવી ત્યાંથી જ મેચનો પાસો પલટાઈ ગયો. ત્યાર બાદ અમે મેચમાં પાછા આવી જ શક્યા નહિ. બાદમાં અમે તેની ભરપાઈ કરવાની કોશિશ કરી, પણ જોઈએ એવું ન કરી શક્યા.

ધવનને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર વધારે આધાર રાખે છે, તેના જવાબમાં ધવને કહ્યું કે, જુઓ આ એક ખરાબ દિવસ હતો. અમે વેસ્ટ ઈન્ડિઝની સામે ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારે દરેક બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.

મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 255 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 74 બોલ બાકી રહેતા 258 રન બનાવીને 10 વિકેટ મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડે સીરિઝની બીજી મેચ રાજકોટમાં 17 જાન્યુઆરીના રોજ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp