Video: મોહમ્મદ રિઝવાને કર્યું પાકિસ્તાની ઝંડાનું અપમાન, લોકો કરી રહ્યા છે ટીકા

PC: navbharattimes.indiatimes.com

પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પોતાના જ દેશમાં એક મોટો સ્ટાર છે. નાનાથી માંડીને મોટા સૌકોઈ તેના ફેન છે, પણ હાલમાં જ તેણે એક એવું કામ કર્યું છે, જેનાથી તેના દેશમાં તેની ખૂબ જ ટીકા થઇ રહી છે. મોહમ્મદ રિઝવાને પોતાના જ દેશના ઝંડાનું અપમાન કર્યું છે. તે પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપવામાં એટલો બિઝી થઇ ગયો કે તેણે પાકિસ્તાની ઝંડાને પગથી ઉઠાવ્યો હતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગઇ.

વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાની લોકો રિઝવાનની ટીકા કરી રહ્યા છે. અમુકે કોમેન્ટ્સ કરતા કહ્યું કે, જેને પોતાની જ ઇજ્જતની પડી નથી, તે દેશની ઇજ્જતની શું પરવાહ કરશે. જે લોકો રિઝવાનને પસંદ કરતા હતા અને તેના ફેન હતા, આજે તે લોકો જ રિઝવાનને લઇને ખોટી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો રિઝવાનને જાનવર પણ કહ્યો છે. 

View this post on Instagram

A post shared by Khel Shel (@khelshel)

વિશ્વના નંબર 1 T20 ક્રિકેટર રિઝવાન સાથે આ ઘટના ચોથી મેચ બાદ થઇ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ફેન્સ દૂરથી ફેંકીને ટીશર્ટ, કેપ અને અન્ય વસ્તુઓ રિઝવાનને આપી રહ્યા છે. તેના પર રિઝવાન ઓટોગ્રાફ આપી રહ્યો છે. આ દરમિયાન વચમાં એક ફેન ઝંડો પણ ફેંકે છે. રિઝવાન તેને કેચ કરે છે અને તેના પર ઓટોગ્રાફ આપે છે. આ દરમિયાન ઝંડાનો થોડો ભાગ તેના પગ પર પણ લટકી જાય છે.

ફેન્સ વચ્ચે રિઝવાન ઓટોગ્રાફ આપવામાં એટલો ખોવાઇ જાય છે કે, તે પોતાના જ દેશના ઝંડા પર ધ્યાન નથી આપતો અને તેના પર ઓટોગ્રાફ આપી દે છે. જ્યારે રિઝવાન જવા લાગે છે, ત્યારે આ દરેક વસ્તુઓને સમેટે છે. એ દરમિયાન તે નીચે પડેલા ઝંડાને પગથી ઉઠાવે છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ.

પાકિસ્તાની ટીમ આ સમયે પોતાના ઘરમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 7 T20 મેચની સીરિઝ રમી રહી છે. સીરિઝની પાંચમી મેચ 28મી સપ્ટેમ્બરના રોજ લાહોરમાં જ રમાશે. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં બંને ટીમે 2-2 મેચ જીતી છે. આ રીતે હાલ સીરિઝ બરાબરી પર જ છે. સીરિઝની ચોથી મેચમાં રિઝવાને 88 રનની ઇનિંગ રમી હતી. આ સીરિઝમાં રિઝવાને અત્યાર સુધી ચાર ઇનિંગમાં 141.57ની સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા છે. તે આ સીરિઝમાં ત્રણ હાફ સેન્ચ્યુરી લગાવવાની સાથે અત્યાર સુધી સૌથી વધારે રન બનાવનારો પ્લેયર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp