ઓર્ગેનિક ખેતી કરતા જોવા મળ્યો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન ધોની, જુઓ વીડિયો

PC: indiatv.in

થોડાં સમય પહેલા બોલિવુડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે પોતાના ખેતરમાં ખેતીકામ કરતો જોવા મળ્યો હતો. હવે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરતા જોવા મળ્યો છે. કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સ્પોર્ટ્સ તથા ક્રિકેટ સંબંધિત પ્રવૃતિઓ પર મોટી બ્રેક લાગી ચુકી છે. IPL ટુર્નામેન્ટ પણ અનિશ્ચિતકાળ માટે રદ્દ કરી દેવામાં આવી છે.

 

ક્રિકેટ જગતના મોટા ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. IPL ટીમ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોની લોકડાઉન થયું ત્યારથી પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. એનું ફાર્મ હાઉસ રાંચીમાં આવેલું છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. ધોનીએ થોડાં સમય પહેલા ફાર્મ હાઉસમાં ખેતી કરવા માટે એક ટ્રેકટર ખરીદ્યું હતું. હવે આ જ ટ્રેકટરની મદદથી તે પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. ધોની ટ્રેકટર ચલાવી રહ્યો છે એવો એક વીડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ધોની રાંચીમાં પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. ધોનીએ મહિન્દ્રા કંપનીનું સ્વરાજ 963FE ટ્રેક્ટર ખરીદ્યું છે. જેની કિંમત રૂ. 8 લાખની આસપાસ છે. 

View this post on Instagram

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ ઘોનીને લઈને એક ટ્વિટ કર્યું હતું. આ સિવાય ધોનીનો જીવા સાથે ફાર્મ હાઉસમાં મસ્તી કરતો એક વીડિયો પણ ખૂબ શેર થયો હતો. જેમાં તે જીવાને બાઈક પર બેસાડીને ચક્કર મરાવી રહ્યો છે. આ વીડિયો એના ફાર્મ હાઉસમાં જ શુટ કરવામાં આવ્યો હતો. જે પછીથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયો હતો. ટ્વીટર પર ધોનીના ફેન્સે એનો ટ્રેકટર ચલાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું #MahiWay. અત્યાર સુધીમાં આ વીડિયો 29000થી વધુ લોકોએ લાઈક કર્યો છે. જ્યારે 500થી વધારે લોકોએ ટ્વીટ કર્યો હતો. ગત વર્ષે યોજાયેલા વર્લ્ડકપ બાદ ધોની ક્રિકેટથી દૂર રહ્યો છે. પણ IPLથી તે ક્રિકેટમાં કમબેક કરવાનો હતો. જે ટુર્નામેન્ટ હાલમાં રદ્દ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp