ઇતિહાસ રચવાથી ફક્ત બે પગલા દૂર ધોની

PC: moneycontrol.com

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2019ની શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં સતત 3 હાફ સેન્ચ્યૂરી મારીને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ પોતાના નામે કરીને પોતાના ટીકાકારોના મોઢાં બંધ કરી દીધા. ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડમાં પણ તે શાનદાર ફોર્મમાં દેખાયો અને બધા એ જ આશા રાખી રહ્યા છે કે, ધોની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ સીરિઝમાં પણ સારું પ્રદર્શન કરશે.

આમ તો મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સીરિઝમાં તેની નજર વધુ એક મોટો રેકોર્ડ તોડવા તરફ હશે, જે હાલ સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન માર્ક બાઉચરના નામે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ એક વિકેટકીપર તરીકે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 524 મેચોમાંથી કુલ 594 ઈનિંગ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જો તે વધુ 2 મેચ રમશે તો ક્રિકેટના ત્રણેય ફોર્ટમાં સૌથી વધુ ઈનિંગ કમવાનો રેકોર્ડ તે પોતાના નામ કરી લેશે. આ મામલામાં સાઉથ આફ્રિકાનો માર્ક બાઉચર પહેલા નંબર પર છે. બાઉચર 467 મેચોમાં કુલ 596 ઈનિંગ્સ રમ્યો છે. આ મામલામાં ત્રીજા નંબર પર શ્રીલંકાનો કુમાર સંગાકારા (499 ઈનિંગ્સ), જ્યારે ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ (485) છે.

ઉલ્લેખનીય છે કે, ધોની એકમાત્ર એવો કેપ્ટન છે, જેણે 3 ટ્રોફી પોતાના નામે કરી છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સ્ટંપિંગનો રેકોર્ડ પણ તેના નામ પર છે. ધોનીએ ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 191 સ્ટંપિંગ કર્યા છે. જણાવી દઈએ કે, હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના પ્રમુખ એમ. એસ. કે. પ્રસાદે પણ ધોનીને લઈને કહ્યુ હતુ કે, તેના હાલના પરફોર્મન્સ અને તેના અનુભવને કારણે ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં તો સૌથી મહત્ત્વનો ખેલાડી સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp