સચિનના મતે ધોનીને આ ક્રમ પર વર્લ્ડ કપમાં બેટિંગ કરવી જોઇએ

PC: dnaindia.com

ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વર્લ્ડ કપમાં હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે આ સમયે વિકેટકિપર બેટ્સમેન અને ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્યાં નંબર પર બેટિંગ કરવી જોઇએ તે અંગે સચિન તેંડુલકરે અભિપ્રાય આપ્યો હતો. ક્રિકઇન્ફો સાથેના એક મુલાકાતમાં સચિનએ જણાવ્યું હતું કે તેમનો અંગત અભિપ્રાય છે કે આગામી વર્લ્ડ કપમાં ધોનીએ નં. 5 પર બેટિંગ કરવી જોઇએ.

બે વખતની ચેમ્પિયન ભારતીય ટીમ 5 મી જૂને વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની સામે પ્રથમ મેચ રમશે. સચિનએ કહ્યું, મારો અંગત અભિપ્રાય એ છે કે ધોનીને પાંચમાં બેટિંગ કરવી જોઈએ. હું હજુ પણ નથી જાણતો કે ભારતનું ટીમનું કોમ્બિનેશન કેવું હશે. પરંતુ શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરે છે અને વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરે તો ચોથા નંબર પર ભલે કોઈપણ ખેલાડી આવે છ, પરંતુ ધોની પાંચમા ક્રમે બેટિંગ પર ઉતારવું જોઈએ.

માસ્ટર બ્લાસ્ટરે વધુમાં કહ્યું હતું કે, ધોની પછી, પાવર હીટર હાર્દિક પંડ્યાએ બેટિંગ માટે આવવું જોઈએ. આ રીતે તમે અનુભવી બેટ્સમેનનો ઉપયોગ કરી શકો છો. ધોની મેચને અંત સુધી લઈ શકશે અને હાર્દિક પણ વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. સચિનએ ચોથા ક્રમના બેટ્સમેન વિશે પણ તેમનો અભિપ્રાય પણ રાખ્યો અને કહ્યું કે આ સ્થળે એક લાયક બેટ્સમેનની બેટિંગ કરાવવી જોઇએ.

તેમણે કહ્યું, અત્યાર સુધી નંબર ચાર માટે ઘણી વાતો થઇ છે. મને લાગે છે કે જો તમારી પાસે સારો બેટ્સમેન (ગુણવત્તા) હોય તો, જો તેને કોઈ પણ જગ્યાએ બેટિંગ કરવાનું કહેવામાં આવે, તો તેને પોતાને એ રીતે ઢાળવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp