ધોનીએ પહેલા જ કહી દીધું હતું 2019 વર્લ્ડકપ ટીમમાં સિલેક્ટ નહીં થશેઃ યુવરાજ સિંહ

PC: news18.com

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ હંમેશાંથી જ ધોનીની ટીકા કરતા આવ્યા છે. યોગરાજ સિંહનું માનવું છે કે, યુવરાજનું કરિયર જલદી સમાપ્ત થયું તેની પાછળ ધોની એક સૌથી મોટું કારણ છે. હવે યુવરાજ સિંહે ધોનીને લઇ એક મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે એક ઈન્ટરવ્યૂમાં મહેન્દ્ર સિંહ ધોનીને લઇ ખુલાસો કર્યો છે. યુવરાજે કહ્યું કે, 2019 વર્લ્ડકપમાં તેની પસંદગી થશે નહીં, તેની સૂચના ધોનીએ પહેલાથી જ આપી દીધી હતી. તે ધોની હતો જેણે મને અસલી ચહેરો દેખાડ્યો અને કહ્યું હતું કે 2019 વર્લ્ડકપ માટે બની રહેલી યોજનાઓમાં તે સામેલ નથી. યુવરાજ સિંહે કહ્યું કે, ધોનીએ મને મારા ભવિષ્યને લઇ જાણ કરી, તેણે મને સામેથી આવીને આ વાતની જાણકારી આપી. જ્યારે તમારી સાથે કોઇ ઈમાનદારીથી વર્તન કરે, તો તે તમને ખૂબ જ વધારે આત્મવિશ્વાસ આપે છે કે, કોઈ તો છે જે મારી સાથે સાચી વાત કરી રહ્યું છે.

યુવરાજે પોતાના ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે, તેને ધોની સામે કોઇ ફરિયાદ નથી. 2011 વર્લ્ડ કપમાં તેણે મને ખૂબ સપોર્ટ કર્યો. તે દરમિયાન ધોની મને હંમેશાં કહેતો કે, તું મારો સૌથી અગત્યના ખેલાડી છો. યુવરાજે આગળ એવું પણ કહ્યું કે, જ્યારે તે કેન્સર સામે લડીને પાછા આવ્યો તો રમત બદલાઇ ગઇ હતી. ટીમ પણ બદલાઇ ગઇ હતી. 2015 વર્લ્ડકપમાં તક ન મળી, પણ તેનાથી મને જરા પણ નિરાશા નથી. યુવરાજે તેના ઈન્ટરવ્યૂમાં કેપ્ટનની જવાબદારીની પણ વાત કરી યુવરાજે કહ્યું કે, એક કેપ્ટન તરીકે તમે દરેક વાતને સ્પષ્ટ કરી શકો નહીં. કેપ્ટન તરીકે તમારે ટીમ માટે વિચારવાનું હોય છે.

યુવરાજ સિંહે પોતાના ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીની પણ ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે, વિરાટે પણ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. જો કોહલી મને સપોર્ટ નહીં કરતે તો કદાચ મારી વાપસી સંભવ ન હોત. જણાવી દઇએ કે, યુવરાજ સિંહે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં વાપસી કરી હતી અને પાકિસ્તાનની સામે એક મેચમાં જોરદાર 53 રન બનાવ્યા હતા. પણ ચેમ્પિયન ટ્રોફીમાં હાર પછી યુવરાજને ભારતીય ટીમમાં રમવાની તક મળી શકી નહીં.

યુવરાજે કહ્યું કે, મને સમજાયું કે એક કેપ્ટન તરીકે તમે ક્યારેય પણ બધી બાબતોનો જવાબ આપી શકો નહીં. કારણ કે આખરે તમારે દેશના પ્રદર્શન પર ધ્યાન આપવાનું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp