MI માટે આવી સૌથી મોટી ખુશખબરી, જોફ્રા લીગમાં મારી શકે છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

PC: india.postsen.com

IPL 2023 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ મામલામાં ડિસેમ્બરમાં આ લીગ માટે મની ઓક્શન પણ કરવામાં આવવાનું છે. આ ઓક્શન પહેલા IPLની બધી ટીમોએ પોતાના રિટેન અને રીલિઝ ખેલાડીઓના લિસ્ટ આપી ચૂકી છે. જ્યારે આ ઓક્શનથી પહેલા લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ઘણી મોટી ખબર સામે આવી રહી છે. અસલમાં IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સમાં ઈંગ્લેન્ડની ટીમના ઘાતક બોલર જોફ્રા આર્ચરના કમબેક કરવાની પૂરી તૈયારી છે કારણ કે દોઢ વર્ષથી વધારેના સમયથી તે ઈજાના કારણે મેદાનથી દૂર રહ્યો હતો.

જોફ્રા આર્ચર હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયો છે અને ઈંગ્લેન્ડના આ બોલરે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જોફ્રાની પ્રેક્ટિસનો વીડિયો ઈંગ્લેન્ડના એક ક્રિકેટ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવતા તે ઘણો વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં આગામી વર્ષે જાન્યુઆરીથી SA20 લીગ શરૂ થવા જઈ રહી છે અને આ લીગની એક ટીમ MI Captownમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરને આ લીગના ઉદ્દઘાટન સત્ર માટે વાઈલ્ડ કાર્ડના રૂપમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. લાંબા સમયથી કોણીની સમસ્યાના કારણે આર્ચરે માર્ચ 2021થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી, જેના પછી પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ ગયું હતું.

જોફ્રા બુધવારે અબુધાબીમાં ઈંગ્લેન્ડની મુખ્ય ટીમ વિરુદ્ધ એક મેચમાં ઈંગ્લેન્ડ લાયન્સ માટે રમ્યો હતો. આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી IPL નિલામીમાં 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમને ખબર હતી કે 2022ની સીઝન માટે ઉપલબ્ધ નથી. પરંતુ મુંબઈની ટીમ આ બોલરની તાકાતને જાણે છે અને આથી તેણે 2023ની સીઝન માટે આ ખેલાડીને રિટેન કર્યો છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને SA20 ટીમ MICaptownની માલિકી એક જ ગ્રુપ પાસે છે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના એક પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે કે ઈંગ્લિશ બોર્ડે બારબાડોઝમાં જન્મેલા આ બોલરને NOC આપી દીધી છે. જે માર્ચ 2021 થી 17 મહિનાથી વધારેના સમયથી એક્શનથી બહાર છે. NOC આપી દીધી હોવા છતાં ઈસીબી તેના સારા થવાનું પરીક્ષણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના કમબેક માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp