ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને T20 ટીમનું એલાન, ધવનના સ્થાને આ બે ખેલાડીઓ ટીમમાં

PC: bcci.tv

BCCIએ ન્યૂઝીલેન્ડ માટેની વનડે ટીમનું એલાન કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના ડાબા ખભામાં ઈજા થઈ હોવાના કારણે હવે તે ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને T20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. માટે હવે તેના સ્થાને ભારતીય ક્રિકેટ બોર્ડે આ બે ખેલાડીઓને તક આપી છે. BCCIએ વનડે અને ટી20 ટીમનું એલાન કરી દીધું છે. પણ હજુ ટેસ્ટ ટીમનું એલાન કર્યું નથી.

24 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝની શરૂઆતઃ

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 5 ટી20 મેચ, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે.

ભારતીય ટીમની શરૂઆત કીવી લેન્જ પર ટી20 મેચની સાથે થશે. ત્યાર બાદ વનડે અને ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા 5 થી 11 ફેબ્રુઆરી સુધી ન્યૂઝીલેન્ડમાં 3 મેચોની વનડે સીરિઝ રમશે. ત્યાર બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ટેસ્ટ સીરિઝ રમાશે.

T20 ટીમમાં ધવનના સ્થાને આ ખેલાડીને સ્થાનઃ

ઈજાગ્રસ્ત ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 મેચમાં સામેલ કરવામાં આવ્યો છે.

વનડે ટીમમાં ધવનના સ્થાને આ ખેલાડીઃ

તો બીજી તરફ વનડે ટીમમાં ઈજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને પૃથ્વી શૉની પસંદગી કરવામાં આવી છે.

T20 શેડ્યૂલઃ

પહેલી ટી20- ઓકલેન્ડ- 24 જાન્યુઆરી

બીજી ટી20- ઓકલેન્ડ- 26 જાન્યુઆરી

ત્રીજી ટી20-હેમિલ્ટન- 29 જાન્યુઆરી

ચોથી ટી20- વેલિંગ્ટન- 31 જાન્યુઆરી

પાંચમી ટી20- માઉંટ માઉંગાનુઈ- 2 ફેબ્રુઆરી

વનડે શેડ્યૂલઃ

પહેલી વનડે- હેમિલ્ટન- 5 ફેબ્રુઆરી

બીજી વનડે- ઓકલેન્ડ- 8 ફેબ્રુઆરી

ત્રીજી વનડે- માઉંટ માઉંગાનુઈ- 11 ફેબ્રુઆરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp