કાનપુર ટેસ્ટમાં ભારતે ટોસ જીતતા આ કીવી ખેલાડીનું છલકાયુ દુઃખ, ફેન્સે આપ્યા જવાબ

PC: tv9gujarati.com

ટોસની મહિમા પણ અપરમપાર છે. પાછલા દિવસોમાં ટી20 વર્લ્ડ કપ દરમિયાન તેનું ભૂત જાણે વિરાટ કોહલીની પાછળ પડ્યું હતું. શરૂઆતી બે મોટી મેચોમાં ટોસ હાર્યા તો મેચ પણ ગુમાવી. પણ કોહલી ગયો તો રોહિત માટે ટોસનો સિક્કો બદલાઇ ગયો. ઉછાળ રોહિતના પલ્લામાં આવી તો હારનો સિલસિલો પણ ખતમ થયો. જે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પણ ચાલું રહ્યું છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પણ પાછલી અમુક મેચોથી સતત પડી રહેલી ટોસની મારે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જીમ્મી નિશમનો મૂડ ખરાબ કર્યો.

ટોસ હારવાની નિરાશા નીશમને એટલી વધારે થઇ કે તે પોતાની મનોદશા છુપાડી શક્યો નહીં અને તેણે હાલમાં ચાલી રહેલી ટેસ્ટને લઇ ટ્વીટ કરી. નીશમે ન્યૂઝીલેન્ડના ટોસથી જોડાયેલા દુર્ભાગ્ય વિશે લખતા કહ્યું, શું કોઇ આ સિક્કાને નજીકથી જોઇ શકે છે?

ભારતીયોને નીશમની આ ટ્વીટ જરા પણ પસંદ આવી નથી અને ફેન્સે કીવી ઓલરાઉન્ડરને પોતાના અંદાજમાં જવાબ આપ્યા છે. જુઓ રિએક્શન...

ખેર, કાનપુર ટેસ્ટના પહેલા દિવસની વાત કરીએ તો લંચ પહેલા સુધી ભારતનો સ્કોર 1 વિકેટ પર 82 રન હતો. ગિલ હાફ સેન્ચ્યુરી મારી ચૂક્યો હતો. લંચ પછી જેમિસનની છેલ્લી બોલ પર ગિલ આઉટ થયો હતો. ગિલના આઉટ થયા પછી પુજારા પણ ડિફેન્સ કરવાની કોશિશમાં આઉટ થઇ ગયો અને તે 26 રન જ બનાવી શક્યો. ત્યાર પછી રહાણે પણ 35 રન બનાવી ક્લિન બોલ્ડ થયો. ટી ટાઇમ સુધીમાં ભારતનો સ્કોર 4 વિકેટ પર 154 રન થઇ ગયો છે. પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા શ્રેયસ અય્યરે હાફ સેન્ચ્યુરી ફટકારી અને જાડેજા સાથે પાર્ટનરશિપમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp