કોહલીએ કેમ કહ્યું હવે મારી પાસે થોડા જ વર્ષો બચ્યા છે?

PC: freepressjournal.in

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પહેલી વનડેમાં તોફાની બેટિંગ કરીને પોતાના કરિયરની 36મી સદી ફટકારી છે. કોહલીએ 107 બોલમાં 21 ચોગ્ગા અને 2 છક્કા સાથે 140 રન બનાવ્યા હતા, અને તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો છે. વેસ્ટઈન્ડિઝ પર 8 વિકેટે જીત મેળવ્યા બાદ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું હતું કે, આ ગેમનો આનંદ લેવા માટે હવે તેની પાસે થોડાં જ વર્ષો બચ્યાં છે.

કોહલીએ જણાવ્યુ હતુ કે, દેશ માટે રમવું ગર્વ અને સન્માનની વાત છે. ગેમ પ્રત્યે તમારે ઈમાનદાર રહેવું જોઈએ અને આ જ એ સમય છે જ્યારે ગેમ તમને રિવોર્ડ આવે છે. હું આવુ કરવાનો પ્રયત્ન કરું છું. આ મારી વિચારસરણી છે, કારણ કે તમે ભારત માટે રમી રહ્યા છો અને દરેક વ્યક્તિને આવી તક નથી મળતી.

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, રોહિત શર્માના પીચ પર હાજર રહેવાથી બેટિંગ વધુ સરળ બની જાય છે. આ જીત અમારા માટે શાનદાર રહી. હું સમજું છું કે, વેસ્ટઈન્ડિઝે સારી બેટિંગ કરી અને 320ની ઉપરનો લક્ષ્ય સુધી પહોંચવું હંમેશાં મુશ્કેલ હોય છે, પરંતુ અમે જાણતા હતા કે સારી ભાગીદારીથી અમે મેચ જીતી જઈશું.

કોહલીએ જણાવ્યું હતું કે, બીજી છેડે રોહિત બેટિંગ કરી રહ્યો હોય તો બેટિંગ સરળ બની જાય છે. કારણ કે એવું ભાગ્યે જ બને કે રોહિત ક્રિઝ પર હાજર બીજા બેટ્સમેન કરતા ધીમી બેટિંગ કરે. ટોપ થ્રી બેટ્સમેનોમાંથી મને એન્કર રોલ નિભાવવો વધુ પસંદ છે, પરંતુ આજે મને સારું લાગ્યું કે મે રોહિતને કહ્યું કે તે એન્કર રોલ નિભાવે. મારા આઉટ થયા બાદ તેણે ઝડપી બેટિંગ કરી અને અંબાતિ રાયડૂએ એન્કર રોલ નિભાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp