26th January selfie contest

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ નહીં રમે મેચ! આ છે કારણ

PC: iplt20.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનમાં કોરોનાએ દસ્તક દઈ દીધી છે. પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ મેચને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 3 સભ્ય પોઝિટિવ આવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ બુધવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ન રમવાનો નિર્ણય લીધો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે 6 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહીશું અને BCCIને પણ જાણકારી આપી દીધી છે કે અમે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ નહીં રમી શકીએ.

એક અન્ય રિપોર્ટ મુજબ, ચેન્નાઈ સુપર સુપર કિંગ્સના મુખ્ય કર્યાકારી કાશી વિશ્વનાથ, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને ટીમનો બસ ક્લીનરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ટીમના બાકી સભ્યો, જે હાલમાં દિલ્હીમાં છે, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો અર્થ એ થયો કે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ સ્થગિત થશે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચ પર પણ સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 7 મેના રોજ મેચ રમાવાની છે. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચ પર અત્યાર સુધી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી. IPLની આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ગત સીઝનમાં નોકઆઉટ રાઉન્ડમાં IPL ઇતિહાસમાં પહેલી વખતે એમ બન્યું હતું કે, ચેન્નાઇ સુપર કિંગ્સ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી શકી નહોતી, પરંતુ આ સીઝનમાં જૂના અંદાજમાં નજરે પડી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી રમેલી 7 મેચમાં 2 મેચ જ હારી છે અને 5 જીત મેળવી છે. આ સીઝનમાં કુલ 10 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા નંબર પર છે.

તમને જણાવી દઇએ કે, કોરોનાના કહેરને જોતા BCCI હવે બાકી બચેલી મેચ મુંબઇમાં કરાવવાનો વિચાર કરી રહી છે. જો બધુ સારું રહ્યું તો આ અઠવાડિયાના અંતમાં મુંબઈ મેચોની મેજબાની કરી શકે છે. તેનો અર્થ એ થયો કે કોલકાતા અને બેંગ્લોરમાં મેચ નહીં રમાય. સાથે જ પ્લેઓફ અને ફાઇનલ પણ મુંબઇમાં જ થઈ શકે છે. સારી વાત એ છે કે, મુંબઇમાં 3 મુખ્ય સ્ટેડિયમ વાનખેડે, ડી.વાય. પાટિલ અને બ્રેબોર્ન ઉપસ્થિત છે.

વાનખેડે સ્ટેડિયમમાં IPLની શરૂઆતી સ્ટેજ મેચ આયોજિત થઈ હતી. તો બ્રેબોર્ન અને ડી.વાય. પાટિલ સ્ટેડિયમનો ઉપયોગ અભ્યાસ માટે કરવામાં આવ્યો હતો. પરંતુ મુંબઇમાં મેચોના આયોજનમાં સૌથી મોટો પડકાર બાયો બબલ તૈયાર કરવાનો હશે. BCCIએ સોમવારે મુંબઈની અલગ અલગ મોટી હૉટેલોને સંપર્ક કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું તેઓ માનાંકો મુજબ બાયો બબલ બનાવવાને લઈને સક્ષમ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp