મહિલા ટેનિસ ખેલાડીઓ માટે ખુશીના સમાચાર, હવે મળશે આ લાભો

PC: dailypost.ng

હવે, મહિલા ટેનિસ ખેલાડીઓની રેન્કિંગ માતા બનવાના કારણે નીચે નહીં જશે. ઈન્ટરનેશનલ મહિલા ટેનિસ સંઘ (WTA)એ ગુરુવારે આ નિર્ણય લીધો છે. એવી ખેલાડીઓની રેન્કિંગ બ્રેક લેવાથી ત્રણ વર્ષ સુધી સુરક્ષિત રહેશે. આ લાભ ઈજાને કારણે બહાર થનારી ખેલાડીઓને પણ આપવામાં આવશે. જોકે, WTAએ આ ખેલાડીઓને ટૂર્નામેન્ટ સીડિંગ આપવાની ગેરેંટીનો ઈનકાર કર્યો છે.

સીડિંગ આપવાના મામલે WTAની દલીલ છે કે, તેને આપવાનો અધિકાર ટૂર્નામેન્ટના આયોજકોની પાસે જ રહેશે. જોકે, એટલી ગેરેંટી આપવામાં આવી છે કે, એવી ખેલાડીઓને પહેલા રાઉન્ડમાં કોઈ સીડેડ ખેલાડી સાથે મુકાબલો કરવો નહીં પડશે.

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે 2017માં મા બન્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં કમબેક કર્યુ હતુ, પરંતુ તેને ફ્રેન્ચ ઓપનમાં કોઈ સીડિંગ આપવામાં આવી નહોતી. જોકે, વિમ્બલ્ડનમાં તેને 25મી આપવામાં આવી હતી. તે સમયે તે રેન્કિંગના અધારે ટોપ 32ની બહાર હતી.

WTAએ ખેલાડીઓને ડ્રેસ કોડમાં પણ રાહત આપી છે. અમેરિતી સ્ટાર સેરેના વિલિયમ્સ હવે પોતાનો પ્રખ્યાત બ્લેક કેટ સૂટ પહેરી શકશે. WTAએ જણાવ્યુ હતુ કે, લેંગિંગ અને મિડ થાઈ કમ્પ્રેશન શોર્ટ્સને સ્કર્ટ વિના પણ પહેરી શકાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp