વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરે કરી એવી હરકત કે VIDEO જોઈ તમે પણ થશો ગુસ્સે

PC: twitter.com/TheRealPCB

પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ શનિવારે સાંજે વાઘા બોર્ડર પહોંચીને પોતાની હરકતથી બધાને ચોંકાવી દીધા હતા. વાઘા બોર્ડર પર દરરોજ થતા ધ્વજ ઉતારવાના રંગારંગ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ આ દરમિયાન ક્રિકેટર હસન અલીએ પાકિસ્તાન તરફતી BSF જવાનો અને ભારતીય દર્શકો તરફ એવી હરકત કરી હતી, જેનાથી ભારત કરતા પાકિસ્તાનના લોકો નારાજ છે અને અમુક લોકોએ તો હસન અલીને સલાહ આપી છે કે, તારે કંઈ બતાવવું હોય તો ક્રિકેટના મેદાન પર બતાવ, બંને દેશ વચ્ચે તણાવ ઉભો કરવાની કોશિશ નહીં કર.

પાકિસ્તાની ટીમ પોતાના ટ્રેનિંગ કેમ્પના અંતિમ ચરણમાં વાઘા બોર્ડર પહોંચી હતી. પાકિસ્તાન તરફથી કાર્યક્રમમાં ઘૂસી આવેલા આ સિવિલિયન પર BSFએ કડક વલણ અપનાવ્યું છે. પ્રોટોકોલ મુજબ સમારોહમાં BSF અને પાકિસ્તાની રેન્જર્સ જ શામેલ થઈ શકે છે, એટલે પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ BSFએ પોતાની ફરિયાદ દાખલ કરાવશે.

આ મામલે BSFના પ્રવક્તા અને DIG આર.એસ.કટારિયાએ કહ્યું છે કે, હું રજા પર છું. મેં આ મામલે પૂછપરછ કરી છે. અટારીના એક BSF અધિકારીએ મને જણાવ્યું છે કે, પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટીમ વાઘામાં સમારોહ જોવા આવી હતી. તેમની ટીમના ક્રિકેટરોમાંથી એક ક્રિકેટરે ડ્રીલ દરમિયાન ઉશ્કેરણીજનક ઈશારા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પછી પાકિસ્તાન અધિકારીઓએ તે ખેલાડીને બેસાડી દીધો હતો. આ બે દેશોની ફોર્સની ડ્રીલ છે, એટલે BSF પાકિસ્તાન રેન્જર્સ સામે વિરોધ નોંધાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp