સ્ટમ્પિંગમાં પણ રિષભ પંતનું બ્લંડર, સોશિયલ મીડિયા પર ઉડી ખિલ્લી, જુઓ Video

PC: assettype.com

રિષભ પંત પાછલા ઘણાં સમયથી તેની બેટિંગને કારણે ટીકાકારોના નિશાના પર છે. પણ બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી T-20 મેચમાં પંતે વિકેટકીપિંગમાં ભૂલ કરી નાખી. રિષભ પંત વિકેટની પાછળ સ્ટમ્પિંગ કરવાનું જ ભૂલી ગયો. પંતની આ જ નબળી વિકેટકીપિંગનો ફાયદો બાંગ્લાદેશી બેટ્સમેનોએ ઉઠાવ્યો.

વાત એ છે કે, છઠ્ઠી ઓવરની ત્રીજી બોલમાં ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને પંતના હાથે સ્ટંપ કરાવી દીધો. ત્યાર પછી ભારતીય ક્રિક્રેટરોએ વિકેટની ખુશી પણ મનાવી.

પણ તેમની ખુશી વધારે સમય સુધી કાયમ રહી શકી નહિ. કારણ કે લિટન દાસને સ્ટંપ કર્યા પછી પણ આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો. રિપ્લેમાં જોયા પછી માલૂમ પડ્યું કે પંતે બોલ વિકેટના આગળથી પકડી લીધી હતી. તેના ગ્લવ્સનો અમુક ભાગ સ્ટંપથી આગળ હતો. આ કારણે અમ્પાયરે તે બોલને નોબોલ જાહેર કર્યો. અને બીજી બોલ ફ્રી હિટ મળી ગઈ. ફ્રી હિટ પર લિટન દાસે ચોગ્ગો ફટકારી દીધો.

રિષભ પંતની આ રીતની વિકેટકીપિંગ જોઈને કેપ્ટન રોહિત શર્મા પણ નાખુશ દેખાયો. ત્યાર પછી પંતને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

જે સમયે નોબોલ જાહેર કરવામાં આવેલો તે સમયે દાસના 14 બોલમાં 17 રન હતા. જોકે, ત્યાર પછી તો લિટન દાસને 29 રને પંતે જ રન આઉટ કરેલો.

લાગી રહ્યું છે કે, રિષભ પંતનો પીછો લોકો છોડે એમ નથી. કોઈને કોઈ બાબતે તે લોકોની ટીકાનું પાત્ર બની જ જાય છે. તેની બેટિંગને લઈને પહેલેથી જ તેની ટીકા કરવામાં આવી રહી હતી. હવે તેની વિકેટકીપિંગ પર સવાલ ઉભો ન થાય તો સારું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp