આ ખેલાડીએ કહ્યું, વિરાટ કોહલી આક્રમક કેપ્ટન, ધોની આપે છે ખેલાડીઓને ફ્રીડમ

PC: indianexpress.com

વિરાટ કોહલી તથા કેપ્ટન કુલ તરીકે ઓળખાતા ધોનીની કેપ્ટનશીપને લઈને ભારતીય ટીમના વિકેટકિપર તથા બેટ્સમેન પાર્થિવ પટેલે ખુલાસો કર્યો છે. પાર્થિવનું માનવું છે કે, વિરાટ જ્યારે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરે છે, ત્યારે તે IPL ટીમ રોયલ ચેલેન્જર્સની કેપ્ટનશિપની સરખામણીમાં વધારે આક્રમક રહે છે. પાર્થિવ પટેલ બંને ટીમમાં વિરાટ કોહલી સાથે રમી ચુક્યો છે. તેથી તેણે કોહલીની કેપ્ટનશિપ અંગે વાત કરી છે.

પાર્થિવ પટેલે આકાશ ચોપડાના શૉ આકાશવાણીમાં જણાવ્યું હતું કે, ઘણી વખત કેપ્ટનનો આક્રામક વ્યવહાર એ વાત પર નિર્ભર કરે છે કે, તમારી ટીમમાં કેવા ખેલાડીઓ છે. તેથી તમે જ્યારે વિરાટ કોહલીને ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતા જુઓ છો તો એ એક કેપ્ટન તરીકે અલગ તરી આવે છે. એની પાસે ટીમમાં બુમરાહ અને શમી જેવા બેસ્ટ સ્પીનર્સ છે. તેથી તે સતત વિકેટ વિશે વિચારતો હોય છે. જ્યારે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીના એવા પ્રયત્નો હોય છે કે, ટીમ પોતાની આવડત અનુસાર રમે. સાથે જ્યાં ટીમ રમી રહી છે એ પણ ખૂબ મેટર કરે છે. જો વિકેટથી કોઈ મદદ ન મળે તો તમે ડિફેન્સિવ થઈ જાવ છો.

ઉદાહરણ તરીકે જો આપણે કોઈ ટીમને 180-190ના સ્કોર પર સીમિત કરી દઈએ, તો મેચને જીતવાના પ્રયત્નો કરીએ છીએ. પણ જો આક્રમક થઈને એને 220 રન બનાવવા દઈએ તો મેચમાંથી બહાર થઈ જઈએ છીએ. તેથી મને એવું લાગે છે કે, વિરાટ રોયલ ચેલેન્જર્સની કેપ્ટનશિપ કરતા ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરતી વખતે વધારે આક્રમક રહે છે. પાર્થિવ કોહલી ઉપરાંત ધોની અને રોહિત શર્મા સાથે પણ મેચ રમી ચુક્યો છે. પાર્થિવે ઉમેર્યું કે, ધોનીને ખબર છે કે, કયા ખેલાડીની આવડત શું છે. તે ખેલાડીઓમાંથી તેમની આવડતને બહાર કાઢે છે. ધોની દરેક ખેલાડીને પોતાની સ્ટાઈલમાં રમવા દે છે. દરેકને પોતાની સ્પેસમાં રમવા માટેની એક તક પૂરી પાડે છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનને કારણે એક પણ ક્રિકેટ મેચ કે ટુર્નામેન્ટ યોજાઈ નથી. હવે ધીમે-ધીમે ક્રિકેટના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેદાન પર પરત ફરી રહ્યા છે. આ પહેલા કપિલ દેવે વિરાટ કોહલી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp