પાટીદારે મારી 102 મીટર લાંબી સિક્સ, અંકલના માથે વાગ્યો બોલ, જુઓ વીડિયો

PC: twitter.com/codewizard22

રૉયલ ચેલેન્જર બેંગ્લોરના રજત પાટીદારે 102 મીટર લાંબો સિક્સ માર્યો હતો. આ સિક્સ મારતા તેણે સ્ટેડિયમમાં બેસેલા એક અંકલનું માથુ ફોડી નાખ્યું હતું. પંજાબ સામેની મેચમાં જોરદાર બેટિંગ કરીને તેણે લોકોનું દિલ જીતી લીધુ હતુ. જોકે તેનો એક સિક્સ એક અંકલને ભારે પડ્યો. રજત પાટીદારે મારેલો 102 મીટર લાંબો સિક્સ સ્ટેડિયમમાં બેઠેલાં અંકલના માથામાં વાગ્યો હતો.

રૉયલ ચેલેન્જર બેંગ્લોરની બેટિંગની નવમી ઓવરમાં આ ઘટના થઈ હતી. બોલર હરપ્રીત બરાડની ઓવરના ચોથા બોલમાં પાટીદારે લોગ ઓન પર સિક્સ માર્યો હતો. આ સિક્સ ખૂબ જ લાંબો હતો અને એ સીધો અંકલના માથા પર જઈને પડ્યો હતો. આ બોલ વાગતા અંકલને ખૂબ જ દુઃખી રહ્યું હતું અને તેમની ફેમિલીનો સભ્ય દ્વારા તેના માથા પર હાથ ફેરતો જોવા મળી રહ્યો હતો.

રજત પાટીદાર 21 બોલમાં 26 રન બનાવીને રાહુલ ચાહરના બોલનો શિકાર બન્યો હતો. 26 રનમાં પાટીદારે એક ફોર અને બે સિક્સ માર્યા હતા. રજત પાટીદારના આઉટ થતા આગમી ઓવરમાં મેક્સવેલ પણ આઉટ થઈ ગયો હતો. મેક્સવેલે 22 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં 3 ફોર અને એક સિક્સ હતો. પંજાબે તેમની ઇનિંગમાં જોની બેયરસ્ટોનો જલવો જોવા મળ્યો હતો. બેયરસ્ટોએ 29 બોલમાં સાત સિક્સ અને ચાર ફોર સાથે 66 રન બનાવ્યા હતા.

આ આક્રમક શરૂઆત બાદ લિયામ લિવિંગસ્ટોને 70 રન સાથે શુક્રવારે IPLમા રૉયલ ચેલેન્જર બેંગ્લોરને 9 વિકેટના નુકસાન પર 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબે તેમની ઇનિંગમાં ટોટલ 14 સિક્સ અમને 16 ફોર માર્યા હતા જેનાથી ટોટલ 148 રન થયા હતા. બેયરસ્ટો અને લિવિંગસ્ટોનની 42 બોલ, પાંચ ફોર અને ચાર સિક્સની જોરદાર પાર્ટનરશિપ છતા રૉયલ ચેલેન્જર બેંગ્લોરના વાનિદું હસારંગાએ વચ્ચેની ઓવરમાં અને હર્ષલ પટેલે ડેથ ઓવરમાં ખૂબ જ સારી ઓવર નાખી હતી. હસારંગાએ ચાર ઓવરમાં ફક્ત 15 રન આપી બે વિકેટ લીધી હતી. તેની અને યુઝવેન્દ્ર ચહલ બંને હવે આ સીઝનમાં 23-23 વિકેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp