IPL 2020: ટૂર્નામેન્ટમાં દર 5માં દિવસે ખેલાડીઓનો થશે કોવિડ-19 ટેસ્ટ

PC: essentiallysports.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લેનારા ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ UAEમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા કોવિડ-19ની તપાસમાં પાંચવાર નેગેટિવ આવવું પડશે અને ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ તેમણે દર પાંચ દિવસે કોરોના વાયરસની તપાસ કરાવવી પડશે. BCCIના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ભારતીય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફે ભારતમાં પોતાની સંબંધિત ટીમો સાથે જોડાવાના એક અઠવાડિયા પહેલા 24 કલાકના અંતરાલમાં બેવાર કોવિડ-19 RT-PCR પરીક્ષણ કરાવવું પડશે. ત્યારબાદ ખેલાડી (ભારતમાં જ) 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પર રહેશે. તપાસમાં કોઈ વ્યક્તિનું પરિણામ જો પોઝિટિવ આવશે તો તે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારા IPL માટે UAE રવાના થવા માટે તેમની ક્વોરન્ટાઈન અવધિ પૂર્ણ થયા બાદ 24 કલાકના અંતરાલમાં બેવાર કોવિડ-19 RT-PCR તપાસમાં નેગેટિવ આવવું પડશે. અધિકારીએ જણાવ્યું, UAE પહોંચ્યા બાદ ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈનમાં રહેવા દરમિયાન ત્રણવાર કોવિડ-19 તપાસ કરાવવાની રહેશે. ત્રણેયવાર નેગેટિવ આવ્યા બાદ તેઓ જૈવિકરીતે સુરક્ષિત માહોલમાં પ્રવેશ કરીને પ્રેક્ટિસ શરૂ કરી શકશે.

તેમણે કહ્યું, આ મામલામાં ટીમો પાસેથી પ્રતિક્રિયા મળવાના આધાર પર આ પ્રોટોકોલમાં સામાન્ય બદલાવ કરવામાં આવી શકે છે, પરંતુ ખેલાડીઓ અને ટીમ અધિકારીઓની સુરક્ષાની સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવશે. UAEમાં પહેલા અઠવાડિયાના પ્રવાસ દરમિયાન ટીમોના ખેલાડીઓ અને અધિકારીઓને હોટેલમાં એકબીજાને મળવાની પરવાનગી નહીં હશે. તપાસમાં ત્રણવાર નેગેટિવ આવ્યા બાદ જ તેમને ટૂર્નામેન્ટમાં જૈવિકરીતે સુરક્ષિત માહોલમાં જઈને પ્રેક્ટિસ કરવાની પરવાનગી હશે. વિદેશી ખેલાડીઓના ડાયરેક્ટ UAE પહોંચવા અંગે પૂછવા પર તેમણે કહ્યું, તમામ વિદેશી ખેલાડીઓ અને સહયોગી સ્ટાફે પણ UAE માટે ઉડાન ભરતા પહેલા કોવિડ-19 RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. તેઓ ત્યારે જ ઉડાન ભરી શકે છે, જ્યારે તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. જો એવું ના થયું તો તેમણે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે અને બેવાર કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવવું પડશે. UAEમાં ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓના ક્વોરન્ટાઈન પીરિયડ દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. તેમાં નેગેટિવ રહ્યા બાદ 53 દિવસો સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં દરેક પાંચમાં દિવસે તેમની તપાસ થશે. BCCI પરીક્ષણ પ્રોટોકેલ ઉપરાંત, ટીમો પોતાની રીતે UAE સરકાર દ્વારા લાગુ નિયમો અંતર્ગત વધારાના પરીક્ષણ કરાવી શકે છે.

ટીમોને કહેવામાં આવ્યું છે કે, તેઓ 20 ઓગસ્ટ પહેલા ઉડાન ના ભરે, જેને કારણે તેમને જરૂરિયાત પડવા પર આવશ્યક પરીક્ષણ પ્રોટોકોલ અને ક્વોરન્ટાઈન અભ્યાસને અંજામ આપવામાં મુશ્કેલી પડે. BCCIએ ખેલાડીઓના પરિવાર અને સહયોગીઓને સાથે રાખવાનો નિર્ણય ટીમો પર છોડી દીધો છે. તેને માટે તેમણે પણ કડક પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. પરિવારને જૈવ-સુરક્ષિત માહોલમાંથી બહાર કોઈને પણ મળવાની પરવાનગી નહીં હશે. બીજા ખેલાડીઓના પરિવારો સાથે મુલાકાત દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. તેમણે હંમેશાં માસ્ક પહેરી રાખવું પડશે. અધિકારીએ જણાવ્યું, પરિવારજનોને ખેલાડીઓ અને મેચ અધિકારીઓના ક્ષેત્ર ઉપરાંત મેચ અથવા પ્રેક્ટિસ દરમિયાન મેદાનનમાં આવવાની પરવાનગી નહીં હશે. તેમણે કહ્યું, જો કોઈપણ જૈવ-સુરક્ષિત પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે, તો તેણે સાત દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જૈવ-સુરક્ષિત માહોલમાં પાછા આવવા માટે તેમણે છઠ્ઠા અને સાતમાં દિવસે કોવિડ-19ની તપાસમાં નેગેટિવ આવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp