PM મોદીએ સ્વીકારી વિરાટની ફિટનેસ ચેલેન્જ, ટૂંક સમયમાં શેર કરશે વીડિયો

PC: buzzfeed.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આપેલી ફિઝીકલ ફિટનેસની ચેલેન્જને સવીકારી લીધી છે. કોહલીએ બુધવાર રાતે પોતાની એક્સરસાઈઝનો એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં તેણે તેની પત્ની અનુષ્કા શર્મા, ધોની અને PM મોદીને આ ચેલેન્જ પૂરી કરવા માટે ટેગ કર્યા હતા.

#HumFitTohIndiaFit ટેગની સાથે આપવામાં આવેલા આ ચેલેન્જનો વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે ટૂંક સમયમાં તે પોતાનો વીડિયો શેર કરશે. PM મોદી અને તેમની સરકારે ચોથા યોગ દિવસનો પ્રચાર-પ્રસાર શરૂ પણ કરી દીધો છે.

વિરાટને જવાબ આપ્યા પછી PM એ સેતુબંધાસનનો એક એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે. PM એ આજે સવારે ટ્વીટ કરીને વિરાટને કહ્યું હતું કે, તારી ચેલેન્જ મને સ્વીકાર છે. ટૂંક સમયમાં મારો વીડિયો શેર કરીશ. આ ચેલેન્જની શરૂઆત ખેલમંત્રી રાજ્યવર્ધન રાઠોડે દેશમાં ફિટનેસને લઈને જાગૃતતા ફેલાવવા માટે શરૂ કરી છે. આ ચેલેન્જ હેઠળ તેમણે એક્સરસાઈઝ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેમણે વિરાટ કોહલી, હ્રિતિક રોશન અને સાયના નેહવાલને આ ફિટનેસ ચેલેન્જ પૂરી કરવા માટે કહ્યું હતું.

રાઠોડની ચેલેન્જના જવાબમાં કોહલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં રાજ્યવર્ધન રાઠોડ સરની ફિટનેસ ચેલેન્જને સ્વીકારી છે અને હવે હું અનુષ્કા, PM મોદી અને ધોનીને આ ચેલેન્જ આપું છું. કોહલીએ પોતાની એક્સરસાઈઝ કરતો વીડિયો શેર કર્યો હતો.

રાજ્યવર્ધન રાઠોડે શેર કરેલા વીડિયોમાં PM મોદીની એનર્જીથી પ્રેરણા લેવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, હું જ્યારે વડાપ્રધાનને જોઉં તો ઘણો પ્રેરિત થાવ છું. તેમની એનર્જી જબરજસ્ત છે. મારી ઈચ્છા છે કે આખું ભઆરત ફીટ થઈ જાય. આથી હું આ ચેલેન્જ તેમને આપવામા માગુ છું અને દેશના સામાન્ય નાગરિક પણ આ ચેલેન્જનો ભાગ બની તેમના મિત્રો અને પરિવારજનોને ચેલેન્જ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp