સેહવાગ પુલવામાના શહીદના 2 બાળકોને પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યો છે, જુઓ તસવીરો

PC: langimg.com

પુલવામા આતંકવાદી હુમલાને આજે 1 વર્ષ પૂરુ થયું છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPF જવાનોના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં શહીદ થયેલા 2 જવાનોના બાળકો પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દર સેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે.

સેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે શહીદના બાળકોઃ

સેહવાગે ટ્વીટર પર તે બે બાળકોની તસવીરો શેર કરી છે. જેમાં એક બાળક બેટિંગ કરી રહ્યો છે તો અન્ય બાળક બોલિંગ કરી રહ્યો છે.

અર્પિત અને રાહુલ છે નામઃ

સેહવાગે ફોટો શેર કરતા લખ્યું, આ તસવીરોમાં પહેલામાં અર્પિત સિંહ બેટિંગ કરી રહ્યો છે, જે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન રામ વકીલનો દીકરો છે. તો બીજી તસવીરમાં જે બાળક બોલિંગ કરી રહ્યો છે તેનું નામ રાહુલ સોરેંગ છે, જે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન વિજય સોરેંગનો દીકરો છે.

સેહવાગે લખ્યું ગૌરવાન્વિત છુઃ

સેહવાગની આ સ્કૂલ હરિયાણામાં છે. તે ઘણીવાર તેની આ સ્કૂલમાં પૂર્વ ભારતીય ખેલાડીઓને આમંત્રિત કરતો રહે છે. સેહવાગ કહે છે, તે ગૌરવાન્વિત અનુભવે છે કે આ બાળકો માટે કંઇક કરી શક્યો.

જણાવી દઈએ કે, જ્યારે 1 વર્ષ પહેલા જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે સેહવાગે જાહેરાત કરી હતી કે તે શહીદ જવાનોના બાળકોના ભણતરનો ખર્ચો ઉપાડશે. જેને વીરુએ ખરેખર પૂરુ કરી દેખાડ્યું છે.

1 વર્ષ પહેલા સેહવાગે ટ્વીટ કરી હતી કે, આપણે શહીદો માટે કંઇ પણ કરીએ તે ઓછું જ રહેશે. પણ હું શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતર માટે તેમનો ખર્ચો ઉઠાવવાનો પ્રસ્તાવ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp