લાંબા સમયથી ટીમથી બહાર રહેલા રૈનાએ આપ્યું મોટું નિવેદન

PC: wallpapers-web.com

ભારતીય ટીમમાંથી છેલ્લા ઘણા સમયથી બહાર ચાલી રહેલા એવા સુરેશ રૈના પોતાને ટીમની બહાર કરવાને લઈને ખુશ નથી. આ અંગે તેણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, સારું પ્રદર્શન હોવા છતા તેમને ટીમની અંદર જગ્યા નથી મળી, જેનું તેને ખૂબ દુખ છે. પરંતુ હવે હું ફરી ટીમમાં આવી ગયો છું અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં મને સારા પ્રદર્શનની આશા છે. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યું હતું કે, સારા પ્રદર્શન પછી પણ મને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો,મને તેનું ખૂબ દુખ છે.

પરંતુ હવે મેં યો-યો ટેસ્ટ પાસ કરી લીધી છે અને ખૂબ જ મજબૂત ફીલ કરી રહ્યો છે. ટ્રેનિંગના દિવસો દરમિયાન ભારતીય ટીમ તરફથી રમવાનો ઉત્સાહ વધુ મજબૂત થયો છે. મારે અહિયા રોકાવાનું નથી, જેટલું બની શકે તેટલું ભારત માટે રમવાનું છે. મારે 2019 વર્લ્ડ કપ રમવો છે, કારણ કે મને ખબર છે કે, મેં ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. મારી અંદર હજુ ક્રિકેટ બાકી છે અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચોમાં સારું પ્રદર્શન કરવાનો મને વિશ્વાસ છે. રૈનાએ પોતાની ઉંમરને લઈને પણ કહ્યું હતું કે, હું અત્યારે 31 વર્ષનો છું, પરંતુ ઉંમરથી કોઈ ફરક નથી પડતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp