કેપ્ટન ફેન્ટાસ્ટિક સુનીલ છેત્રીને FIFAનું અનોખું સન્માન, રીલિઝ કરી ખાસ સીરિઝ

PC: facebook.com

ભારતના મહાન ફૂટબોલ ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીને International Federation of Association Football (FIFA) તરફથી મોટું સન્માન મળ્યું છે. ફૂટબોલની સૌથી મોટી સંચાલક સંસ્થા FIFA એ છેત્રીની શાનદાર કારકિર્દી પર એક ખાસ ડોક્યુમેન્ટ્રી બનાવી છે. તેનું નામ 'કેપ્ટન ફેન્ટાસ્ટિક' છે. તેને બુધવારે (28 સપ્ટેમ્બર) રીલિઝ કરવામાં આવી છે. ફિફા વર્લ્ડ કપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ડોક્યુમેન્ટ્રી વિશે માહિતી આપવામાં આવી છે.

છેત્રીને તેમની ડોક્યુમેન્ટ્રીથી સન્માનિત કરવાનો (FIFA)નો નિર્ણય અનોખો છે કારણ કે, ભારતે હજુ ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી. FIFA એ છેત્રીની શાનદાર કારકિર્દી પર એક ખાસ ડોક્યુમેન્ટ્રી બનાવી છે. તેનું નામ 'કેપ્ટન ફેન્ટાસ્ટિક' છે. FIFAએ લખ્યું, તમે રોનાલ્ડો અને મેસ્સી વિશે બધું જાણો છો, હવે સક્રિય પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચોમાં ત્રીજા સૌથી વધુ સ્કોરરની સ્ટોરી જાણો. કેપ્ટન ફેન્ટાસ્ટિક હવે FIFA+ પર ઉપલબ્ધ છે. FIFA એ દસ્તાવેજીનું હૃદયસ્પર્શી પોસ્ટર શેર કર્યું. તેમાં સુનીલ છેત્રી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી સાથે પોડિયમ પર ઊભેલા દેખાય છે.

છેત્રીને તેમની ડોક્યુમેન્ટ્રી દ્વારા સન્માનિત કરવાનો FIFAનો નિર્ણય અનોખો છે કારણ કે ભારતે એક પણ વખત FIFA વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી. ઘણા ફૂટબોલ નિષ્ણાતોના મતે સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલના શ્રેષ્ઠ ફોરવર્ડ્સમાંનો એક છે. છેત્રીની ગોલ-સ્કોરિંગ ક્ષમતાએ તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીની સમકક્ષ ઉભો કરી દીધો છે.

સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે છેત્રી હાલમાં ત્રીજા ક્રમે છે. પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 117 ગોલ સાથે પ્રથમ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી 90 ગોલ સાથે બીજા ક્રમે છે. છેત્રીના 84 ગોલ છે. કેપ્ટન ફેન્ટાસ્ટિક FIFA+ પર ઉપલબ્ધ છે. તે વેબસાઈટ અથવા એપ પર ફ્રીમાં જોઈ શકાય છે.

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનો જન્મ 3 ઓગસ્ટ, 1984ના દિવસે તેલંગાણામાં થયો હતો. ભારતમાં સૌથી વધુ ગોલ કરનાર સુનીલને એક વખતે કોચે નાલાયક કહીને ટીમમાંથી કાઢી મુક્યા હતા. આજે સુનીલ વિશ્વના નામાંકિત ફુટબોલ ખેલાડીઓની હરોળમાં છે.

બાળપણમાં સુનીલ છેત્રીને ક્રિક્રેટનો શોખ હતો અને ક્રિક્રેટના ભગવાન સચિન તેંદુલકરને આદર્શ માનતા હતા. એવો કિસ્સો જાણીતો છે કે, છેત્રી ક્રિક્રેટ રમવા માટે ઘરમાંથી પૈસાની ચોરી કરતા અને એક વખત માતાના હાથે ઝડપાઇ ગયા હતા. એ પછી તેઓ ફુટબોલ તરફ વળ્યા હતા. આજે સુનીલ છેત્રી ફુટબોલમાં એક સન્માનીય કેપ્ટન તરીકે નામના ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp