શું ધોનીને મળશે ફેરવેલ મેચ? BCCI ચીફ સૌરવ ગાંગુલીએ આપ્યો આ જવાબ

PC: crictracker.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટરોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. ત્યાર પછી ઘણાં ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું કે તે વિદાઈ મેચના હકદાર છે અને BCCIએ ધોની માટે એક વિદાઈ મેચનું આયોજન કરવું જોઇએ. હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આના પર જવાબ આપ્યો છે.

જ્યારે સૌરવ ગાંગુલીને કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધોનીની વિદાઈ મેચ આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમની(ધોની) સાથે મેં નિવૃત્તિ વાળા દિવસે વાત કરી હતી. IPL દરમિયાન જોકે હું તેમને મળી શક્યો નહીં, કારણ કે તેઓ બાયો બબલમાં છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI ચીફ ગાંગુલીએ કહ્યું કે, વિદાઈ મેચ વિશે મેં ધોની સાથે વાત કરી નથી. ધોનીએ ભારત માટે જે પણ હાંસલ કર્યું છે તેઓ તેના હકદાર છે. જોકે, હાલમાં ભવિષ્ય વિશે કશું પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે પરિસ્થિતિઓ ઘણી બદલાઇ ગઇ છે. અમે હાલમાં કોઈને પણ એવું નહીં કહી શકીએ કે અહીં આવીને રમો.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધોની અને તેમની ટીમના પ્રદર્શન વિશે પૂછવા પર ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે આ કરિશ્માઇ ખેલાડી ચેન્નઈ સુપરકિંગ્સ માટે સારું જ કરશે. તેમણે કહ્યું કે, હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં ચેન્નઈની ટીમ માટે લયમાં આવવામાં જરા વાર લાગશે. તેમણે દોઢ વર્ષથી ક્રિકેટ રમી નથી. તમે કેટલા પણ સારા ખેલાડી હોઉં, વાપસી કરવી સરળ રહેતી નથી. મહેન્દ્ર સિંહ ધોની IPLની 13મી સીઝનમાં 3 વાર ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, BCCIએ હાલમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે ત્યાં મેચ કરાવવાને લઇ કરાર કર્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, મુંબઈમાં પણ અમારી પાસે એવી સુવિધા છે જ્યાં સીસીઆઈ, વાનખેડે અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમ છે. આપણી પાસે ઈડન ગાર્ડન પણ છે. આપણે એક બાયો બબલ બનાવવું પડશે. અમે અમારી ક્રિકેટ ભારતમાં જ રમવા માગીએ છીએ. પણ અમે કોરોનાની સ્થિતિ પર પણ નજર રાખી છે. પાછલા 6 મહિના દરેક કામ માટે મુશ્કેલ રહ્યા છે. તમે ચાહો છે કે આપણા ત્યાં ક્રિકેટનું આયોજન થાય. અમે દરેક સ્થિતિ પર નજર રાખી છે. અમે અમારું ઘરેલૂ સત્ર પણ શરૂ કરવા માગીએ છીએ. અમારા દિમાગમાં દરેક પ્રકારની સ્થિતિ અને સંયોજન છે. અમે તેના માટે કોશિશ કરીશું અને જેટલું બની શકે તેટલું કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp