રિષભ પંતનો ધમાકો, ધોનીનો 7 વર્ષ જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો

PC: ndtv.com

રિષભ પંતને કેટલાક મહિનાઓથી ટીમ ઇન્ડિયાના ઉત્તરાધિકારીના રૂપમાં જોવામાં આવી રહ્યો છે અને ઘણી વખત તે પોતાની ધમાકેદાર બેટિંગથી સાબિત પણ કરી ચૂક્યો છે. ભારતીય ટેસ્ટ ટીમમાં તો પંતે જગ્યા નક્કી કરી લીધી છે પરંતુ વન-ડે અને T-20 ટીમમાં પણ હવે તે લગભગ ધોનીનું સ્થાન લઇ લેવા માટે તત્પર બન્યો છે. એવી પણ ચર્ચા છે કે ધોની વર્લ્ડ કપ બાદ સિમિત ઓવરની મેચોને પણ અલવિદા કહી દેશે જેથી રિષભ પંતને ટીમમાં યોગ્ય સ્થાન મળી રહે.

IPLમાં રિષભ પંત એક પછી એક રૅકોર્ડ બનાવી રહ્યો છે જે ક્યારેક ધોનીના નામે નોંધાયા હતા. IPL-2019 સીઝનની પોતાની પહેલી જ મેચમાં પંતે ધમાકેદાર શરૂઆત કરીને માત્ર 27 બોલમાં 78 રનની અણનમ ઇનિંગ રમીને ધોનીનો સાત વર્ષ જૂનો એક રૅકોર્ડ પોતાના નામ કર્યો હતો.

 પંતે મુંબઇની સામે આ મેચમાં માત્ર 18 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. મુંબઇ સામે આ કોઇ પણ બેટ્સમેનની સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા ધોનીએ 2012માં મુંબઇ સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. રિષભ પંતે પહેલી પાંચ બોલમાં માત્ર 1 રન બનાવ્યો હતો પરંતુ ત્યારબાદની 13 બોલમાં જ અડધી સદી પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp