આંસુથી ભરાઈ ગયું રિષભ પંતનું ગળું, મોઢામાંથી અવાજ પણ ન નીકળી શક્યો, જુઓ વીડિયો

PC: BCCI

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે શારજાહના મેદાન પર રમાયેલી બીજી ક્વાલિફાયર રોમાંચક થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનની જરૂરિયાત હતી અને પહેલા જ બોલ પર રાહુલ ત્રિપાઠીએ એક રન લઈ લીધો. હવે પાંચ બોલ પર 6 રનની જરૂરિયાત હતી અને બીજી તરફ શાકિબ અલ હસન હતો. બધાને આશા હતી કે શાકિબ કઈ કરી બતાવશે તે પરંતુ તે કશું જ ખાસ ન કરી શક્યો અને સુનિલ નરીન પણ આઉટ થઇ ગયો. બે બોલમાં બે ખેલાડી આઉટ થઈ ગયા. છેલ્લા બે બોલમાં કોલકાતાને 6 રનની જરૂરિયાત હતી ત્યારે રાહુલ ત્રિપાઠીએ સિક્સ લગાવીને કોલકાતાને જીત અપાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. મેચ બાદ રિષભ પંતે કહ્યું અમે અંત સુધી પોતાના પર વિશ્વાસ રાખીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે અંત સુધી રમતમાં બન્યા રહીએ. આ મેચમાં બોલરોએ અમારી શાનદાર વાપસી કરાવી. એટલું કહેતા જ રિષભ પંત લાંબા શ્વાસ લે છે અને એક ક્ષણ માટે તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. ત્યારબાદ તેને અન્ય સવાલ પૂછવામાં આવે છે. રિષભ પંત કહે છે કે કોલકાતાએ સારી બોલિંગ કરી.

તેણે કહ્યું કે અમે રમત વચ્ચે ફસાઈ ગયા હતા. આ દરમિયાન રિષભ પંત ખૂબ ભાવુક થઈ જાય છે અને તેને જોઈને લાગે છે કે તે ઊભો પણ નથી રહી શકતો. આ જ કારણ છે કે આગામી સવાલ પૂછવાથી બરાબર પહેલા કમેન્ટેટર તેને કહે છે કે મને માફ કરજે તને આટલા સમય સુધી ઊભા રખાડવા માટે. કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટોસ જીતીને કોલકાતાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હીની ઓપનિંગ જોડી પૃથ્વી શૉ અને શિખર ધવને સારી શરૂઆત આપી પરંતુ પાવરપ્લે બાદ પીચ સ્લો થવાના કારણે દિલ્હીના બેટ્સમેન વધુ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. શિખર ધવન 36 રન (39 બોલ) અને શ્રેયસ ઐય્યર નોટ આઉટ 30 રન (27બોલ)ની મદદથી દિલ્હી કેપિટલ્સે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. 136 રનનો પીછો કરતા કોલકાતાની ઓપનિંગ જોડીએ શાનદાર કામ કર્યું.

વેંકટેશ ઐય્યર 22 રન (41 બોલ), શુભમન ગિલ 46 રન (46 બોલ)ની મદદથી કોલકાતાએ 3 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હારી. કોલકાતાની પહેલી વિકેટ 96 રન પર પડી હતી અને ત્યારબાદ બીજા બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા. ઓપનિંગ બેટ્સમેન સિવાય નીતિશ રાણા 13 રન (12 બોલ) અને રાહુલ ત્રિપાઠીએ નોટ આઉટ 12 રન (11 બોલ) રન બનાવ્યા હતા. એ સિવાય 4 ખેલાડી તો 0 પર જ આઉટ થઈ ગયા હતા જેના કારણે એકતરફી મેચમાં રોમાંચ વધી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp