પંત કે કાર્તિક? T20 વર્લ્ડ કપ માટે કોને પ્લેઇંગ XIમા સ્થાન મળવું જોઈએ?

PC: timesofindia.indiatimes.com

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે અને સ્ક્વોડમાં રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને સ્થાન આપવામાં આવ્યું છે, હવે સવાલ એ છે કે પ્લેઇંગ XIમા આ બંનેમાંથી કોને સ્થાન આપવું જોઈએ? ભારત માટે T20 ટીમમાં રિષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને રમવું જોઈએ તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. પરંતુ ચેતેશ્વર પુજારાએ કહ્યું કે બંને વિકેટ કીપર બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા જોઈએ. ફિનિશરની ભૂમિકા ભજવવા માટે પસંદ કરાયેલા દિનેશ કાર્તિકને એશિયા કપમાં ભાગ્યે જ બેટિંગ કરવાની તક મળી, જ્યારે રિષભ પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે તે વધુ પ્રભાવિત કરી શક્યો નહીં. તેમ છતાં, પુજારા હજુ પણ વિચારે છે કે પંત મિડલ ઓર્ડરમાં હોવો જોઈએ અને કાર્તિક ફિનિશર તરીકે ટીમમાં હોવો જોઈએ.

પૂજારાએ ESPNcricinfo ને કહ્યું, 'મને લાગે છે કે જો મારે મારો નંબર 5, 6 અને 7 પસંદ કરવાના હોત, તો હું તે જ બેટિંગ ઓર્ડરની સાથે જાત જે એશિયા કપમાં અમારી પાસે હતો, અમારી બેટિંગ લાઇનઅપને મજબૂત કરવાની જરૂર છે.' તેણે કહ્યું, 'હું રિષભ સાથે નંબર 5, હાર્દિક સાથે નંબર 6 અને ડીકે સાથે નંબર 7 પર જઈશ. મને લાગે છે કે આપણે બંનેનો સમાવેશ કરવાની જરૂર છે. રિષભ અને ડીકેને રમવાની જરૂર છે.

જો કે, તેણે કહ્યું કે જો ભારતને વધારાની બોલિંગના વિકલ્પની જરૂર હોય તો, રિષભ પંતની જગ્યાએ દીપક હુડ્ડાને અંતિમ XIમાં સામેલ કરી શકાય છે. પૂજારાએ કહ્યું, 'જ્યાં સુધી તમે હુડાને બોલિંગ કરવા માટે થોડી ઓવર ન આપો. જો તે બોલિંગ કરે છે, તો મને લાગે છે કે રિષભ ટીમમાં ન હોવો જોઈએ, દીપકે 5માં નંબર પર બેટિંગ કરવાની છે. અહીં પૂજારા એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે માત્ર તમારે હુડાને અંતિમ XIમાં રાખવા જોઈએ, જ્યારે તમે તેમને બોલિંગ કરવાની તક આપો.

એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાની ઈજાના કારણે ભારતના મિડલ ઓર્ડરની મુશ્કેલી વધી ગઈ છે. ઈજાના કારણે જાડેજા ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં, એક ઓલરાઉન્ડર તરીકે જાડેજા ભારતીય ટીમને યોગ્ય સંતુલન આપે છે. સ્પિન બોલિંગની સાથે જાડેજા ડાબા હાથના બેટ્સમેન તરીકે બેટિંગ ઓર્ડરમાં પણ અદભુત પ્રદર્શન કરે છે.

ICC Men’s T20 world cup 2022 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp