એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય ખેલાડીના કર્યા વખાણ

PC: news18.com

રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં પોતાની વિકેટકીપિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. ચેન્નાઈની આ ફરતી વિકેટ પર રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 2 શાનદાર કેચ પકડ્યા હતા અને સાથે જ ચોથા દિવસે બે ખેલાડીઓને સ્ટેમ્પ કરીને પેવેલિયન મોકલ્યા હતા. રિષભ પંતની આ રમતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને પ્રભાવિત કર્યા છે. એડમ ગિલક્રિસ્ટે રિષભ પંતની તસવીર પણ પોસ્ટ કરી જેમાં તે સ્ફૂર્તિ દેખાડતા ડેમ લોરેન્સને આઉટ કરી રહ્યો છે.

રિષભ પંતને મોટાભાગે તેની ખરાબ વિકેટકીપિંગ માટે નિશાના પર લેવામાં આવે છે, પરંતુ 23 વર્ષીય આ ખેલાડીએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વિકેટ પાછળ સારું પ્રદર્શન કર્યું હતું. રિષભ પંતને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝની પહેલી ટેસ્ટમાં ચાન્સ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સતત પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે સીરિઝ જીતવામાં આ વિકેટકીપર બેટ્સમેને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચોમાં બેટિંગ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેણે સિડનીની પહેલી ટેસ્ટ મેચમાં કાઉન્ટર એટેકની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી હતી. તે જ્યાં સુધી પીચ પર રહ્યો, ભારત માટે જીતની આશા કાયમ રહી હતી. તેના આઉટ થયા બાદ રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહરીએ ભારતીય ટીમ માટે મેચ ડ્રો કરાવી હતી. ત્યારબાદ બ્રિસ્બેનમાં રિષભ પંતે 89 રનોની નોટઆઉટ ઇનિંગ રમીને ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એ સીરિઝમાં તેણે 274 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં તે બે હાફ સેન્ચુરીની મદદથી 168 રન બનાવી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં બે ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી હતી, જ્યારે બીજી ટેસ્ટ ભારતીય ટીમે જીતી છે. આ રીતે બંને ટીમ ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે અને પછી છેલ્લી મેચ પણ સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે જ રમાશે. હવે જોવાનું એ રહ્યું કે ટેસ્ટ સીરિઝ પર કોણ કબજો કરે છે. એ સિવાય 3 મેચોની વનડે સીરિઝ અને 5 મેચોની T20 સીરિઝ પણ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp