પંતે જણાવ્યું- કેમ નોર્ત્જે, વોક્સ, ઉમેશ, મિશ્રા જેવા બોલરોને નથી મળી રહી જગ્યા

PC: twitter.com/WisdenIndia

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની 14મી સીઝનની 28મી મેચ રિષભ પંતની કેપ્ટનીવાળી દિલ્હી કેપિટલ્સ (DC) અને તાત્કાલિક કેપ્ટન મયંક અગ્રવાલના નેતૃત્ત્વમાં ઉતરેલી પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ માટે એક માત્ર ખેલાડી તાત્કાલિન કેપ્ટન મયંક અગ્રવાલ સારી ઇનિંગ રમી શક્યો હતો. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની આઠમી મેચમાં છઠ્ઠી જીત મેળવી હતી.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યા બાદ દિલ્હી કેપિટલ્સના યુવા કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ટીમના શાનદાર પ્રદર્શન સહિત તમામ વસ્તુઓ પર ખૂલીને વાત કરી હતી. સીઝનમાં મળેલી છઠ્ઠી જીત અને પોઈન્ટ ટેબલને ટોપ કર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે પોસ્ટ મેચ પ્રેઝન્ટેન્શનમાં કહ્યું હતું કે, શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત આપી. બીજી ઇનિંગમાં વિકેટ ધીમી હતી, પરંતુ સારા સ્ટાર્ટઅપના કારણે અમે જીત્યા. યુવા અને અનુભવના મિશ્રણ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

તેણે કહ્યું કે અમારે કોલકાતાની મેચ માટે કેટલાક પ્લાન કરવાના છે અને તેઓ કરશે. અમારી પાસે સારા બોલર છે. અમે બધાને એક સાથે રમાડી નહીં શકીએ. હું રોજ શીખી રહ્યો છું, રિકી સાથે છે અને બધા અનુભવી ખેલાડી પણ મારી આસપાસ જ છે. મેચની વાત કરીએ તો ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમના તત્કાલીન કેપ્ટન મયંક અગ્રવાલની નોટઆઉટ 99 રનોની શાનદાર ઇનિંગ અને ડેવિડ મલાનની 26 રનોની ઉપયોગી ઇનિંગની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી કાગિસો રબાડાએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા દિલ્હીના શિખર ધવન અને પૃથ્વી શોની 39 રનોની ઇનિંગ સિવાય સ્ટીવ સ્મિથ 24 રનોની મહત્ત્વપૂર્ણ ઇનિંગના દમ પર 17.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 167 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી. પંજાબ તરફથી બોલિંગમાં હરપ્રીત બરાર, ક્રિસ જોર્ડન અને રાઈલી મેરેડિથે 1-1 વિકેટ લીધી હતી. પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સની ટીમની વાત કરીએ તો પંજાબ કિંગ્સની ટીમ 8 મેચમાં 3 જીત સાથે છઠ્ઠા નંબર પર છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp