આવેશ ખાને કર્યો ખુલાસો, ધોનીને આઉટ કરવામાં આ ખેલાડીએ કરી હતી મદદ

PC: aajtak.in

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર આવેશ ખાને IPLની 14મી સીઝનમાં સારી બોલિંગ કરી છે. તેણે IPL રદ્દ થાય ત્યાં સુધીમાં 8 મેચમાં 14 વિકેટ ખેરવી છે. આ ફાસ્ટ બોલરે ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ આઉટ કર્યો છે. આવશે ધોનીને 0 રન પર આઉટ કર્યો હતો. આવેશ ખાને આપેલા તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ધોનીની વિકેટ લેવામાં ઋષભ પંતે એની મદદ કરી હતી.

જેવો હું બોલિંગ કરવા માટે રનઅપ શરૂ કરતો હતો તો પંતની બાજું જોતો હતો. એ સમયે બેટ્સમેનનું ઘ્યાન મારા પર રહેતું હતું. યોર્કરની જરૂર હોય ત્યાં પંત પાસે એક ઈશારો રહેતો હતો. જો મારે ઓફ સ્ટંપની બહાર બોલિંગ કરવાની હોય તો એ માટે એક અલગથી ઈશારો થતો હતો. પંત અને હું બંન્ને ઈશારામાં જ વાતો કરતા હતા. પંત સાથે મળીને બેટ્સમેન ધોનીને પોતાની માયાજાળમાં ફસાવી દીધો હતો. ઘણી ઓછી ઓવર બાકી રહી હતી અને પંતને જાણ હતી કે, ધોની મોટા શોટ મારવા માટે પ્રયત્નો કરશે. તેને એ પણ ખ્યાલ હતો કે, ધોની ચાર મહિના બાદ બેટિંગ કરવા માટે ઊતર્યા છે. એટલે એના માટે પહેલા જેટલું સરળ નહીં હોય. પંતે મને શોર્ટ બોલ ફેંકવા માટે કહ્યું. મે એ જ રીતે કર્યું. ધોની શોર્ટ બોલ રમવામાં બોલ્ડ થઈ ગયા. મેચ પછી આવેશ ખાને કહ્યું હતું કે, ધોનીની વિકેટ લેવી એ મારૂ સપનું હતું. જે ત્રણ વર્ષ બાદ પૂર્ણ થયું. વર્ષ 2018માં તે ધોનીની વિકેટ લેતા ચૂકી ગયો હતો. એ સમયે કોલિન મુનરોએ આવેશના બોલમાં ધોનીનો કેચ છોડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ધોનીનો કેચ છૂટી ગયો હતો. પણ અંતે સપનું પૂર્ણ થયું છે. હવે હું ખૂબ જ ખુશ છું.

અમારો પ્લાન હતો કે, શરૂઆતથી જ માહી પર એક પ્રેશર બનાવી રાખવું. કારણ કે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યા છે. મે પ્રેશર અંતર્ગત જ વિકેટ મેળવી છે. .જોકે, આ ટુર્નામેન્ટમાં સારૂ પર્ફોમ કરવાનું પરિણામ એ મળ્યું છે કે, તેની પસંદગી ઈંગ્લેન્ડ ટુરમાં થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે હવે તે ઈંગ્લેન્ડમાં મેચ રમશે. પણ અત્યારે એને સ્ટેન્ડબાય ગ્રૂપમાં લેવામાં આવ્યો છે. બીજી તરફ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે, ટુર્નામેન્ટના બાકી રહેલા મેચ ભારતમાં નહીં રમાડવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp