અરૂણ જેટલીનો દીકરો રોહન નિર્વિરોધ બન્યો DDCA અધ્યક્ષ, લોકો બોલ્યા- આ પરિવારવાદ..

PC: news247plus.com

દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનો દીકરો રોહન જેટલી નિર્વિરોધ દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)નો અધ્યક્ષ પસંદ કરાયો છે. રોહન 30 જૂન 2021 સુધી આ પદ પર રહેશે. બાકી પદાધિકારીઓ (કોષાધ્યક્ષ અને નિદેશક) માટે ચૂંટણી 5, 6 અને 8 નવેમ્બરે યોજાશે અને પરિણામ 9 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રોહન જેટલી વ્યવસાયે એક વકીલ છે. તેણે નોમિનેશન્સના અંતિમ દિવસે પોતાનું નામાંકન ભર્યું હતું. જણાવી દઈએ કે, સ્વર્ગીય અરૂણ જેટલીએ 1999 અને 2013ની વચ્ચે DDCAના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. DDCAમાં રોહન જેટલીના તમામ જૂથો તરફથી સર્વસહમતિથી પસંદગી થવાની આશા હતી. આ પદના એકમાત્ર અન્ય ઉમેદવાર સુનીલ ગોયલે નામંકન દાખલ કર્યા બાદ તેને પાછું લઈ લીધુ હતું.

રોહન જેટલીએ નોમિનેશન ફાઈલ કર્યા બાદ કહ્યું હતું કે, મારી પ્રતિયોગિતામાં સમાન રુચિ છે. આ લોકતાંત્રિક પ્રક્રિયા માટે સારું છે. તેની પાછળ વિચાર એ છે કે, યોગ્ય સમયે યોગ્ય લોકોને તેમણે કહ્યું હતું, હાં, મેં આજે નોમિનેશન ફાઈલ કર્યું છે. હું દિલ્હી ક્રિકેટના સારા ભવિષ્ય માટે કામ કરવા માગુ છું. આ એસોસિએશનમાં પાછા આવવું અને તે જ્યાં હતું ફરી તેને ત્યાં લઈ જવું એ સારું છે.

DDCAના પ્રમુખ પદેથી રજત શર્માના ગત વર્ષે રાજીનામા બાદ DDCA આશરે એક વર્ષથી પ્રમુખ વિના કામ કરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રજત શર્માએ આ એસોસિએશનમાં ભ્રષ્ટાચાર અને અનપ્રોફેશનલ વલણના કારણે રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદથી હાઈકોર્ટે DDCAના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

નોમિનેશન ફાઈલ કરતી વખતે રોહનને તેની યોજનાઓ વિશે પૂછતા તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું મારી યોજનાઓને લઈને એકદમ સ્પષ્ટ છું. પહેલો આઈડિયા એક વિઝન ડોક્યૂમેન્ટ લાવવાનો છે અને સાથે જ જરૂરી સંતુલન તેમજ નિયંત્રણ બનાવવાનો છે, જેથી અમે યોગ્ય દિશામાં આગળ વધીએ. હું અખંડતા, ટેક્નોલોજીના કેટલાક ક્ષેત્રો પર કામ કરીશ અને ખેલ પ્રબંધનની સાથે ગેમ્સ ક્લબો અને પાયાના ઢાંચાને પણ મહત્ત્વ આપીશ. સહયોગી સ્ટાફના અટકેલા પેમેન્ટ્સ અને કેસો પર જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, તેનું શું? આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, જ્યારે હું પદભાર સંભાળીશ ત્યારે જ આ મુદ્દાઓનું નિરાકરણ લાવી દઈશ. હું આશ્વસ્ત કરી શકું છું કે, કોઈપણ બિનજરૂરી ખર્ચા નહીં થશે. માત્ર જરૂરી ખર્ચાઓ જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp