ICC ઍવોર્ડ્સની જાહેરાતઃ જાણો કોણ બન્યું વન-ડે ક્રિકેટર ઓફ ધ યર

PC: indiatvnews.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ પોતાના વાર્ષિક ઍવોર્ડ્સની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ICCએ રોહિત શર્માને 2019નો સર્વશ્રેષ્ઠ વન-ડે ખેલાડી જાહેર કર્યો છે. રોહિત શર્માએ કોહલીને પણ પાછળ છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં રોહિત શર્માએ 5 સદી ફટકારી દીધી હતી અને જેને કારણે તેણે બધા ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા.

2019નું વર્ષ રોહિત શર્મા માટે યાદગાર વર્ષ રહ્યું હતું, જેમાં તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારા રન બનાવ્યા હતા. તેણે 2019મા 28 વન-ડે મેચમાં 1490 રન બનાવ્યા હતા. ઍવોર્ડ્સની વાત કરીએ તો વિરાટ કોહલીને પણ એક ઍવોર્ડ મળ્યો છે, જે છે સ્પિરિટ ઓફ ધ યર ઍવોર્ડ.

જાણો કોને કયો ઍવોર્ડ મળ્યો....

અમ્પાયર ઓફ ધ યરઃ રિચર્ડ ઇલિંગવર્થ

વન-ડે ક્રિકેટર ઓફ ધ યર: રોહિત શર્મા

2019 સ્પિરિટ ઓફ ક્રિકેટ ઍવોર્ડ: વિરાટ કોહલી

T20 પરફોર્મન્સ ઓફ ધ યર: દીપક ચહર(6/7 વિ.બાંગ્લાદેશ)

ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: પેટ કમિન્સ

ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર: માર્નસ લાબુશાને

એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર: કાઇલ કોટ્ઝર

સર ગેરફીલ્ડ સોબર્સ ટ્રોફી: બેન સ્ટોક્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp