વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી મેચમાં રોહિત આ બે ખેલાડીને બહાર બેસાડી શકે છે

PC: thebridge.in

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં 2-1થી આગળ છે. આજે (6 ઓગસ્ટ) ચોથી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઘણા સ્ટાર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. આ ખેલાડીઓ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ ખેલાડીઓના ખરાબ ફોર્મને ખાતર ટીમ ઈન્ડિયા અમુક મેચો હારી ગઈ છે. T20 વર્લ્ડ કપ અને એશિયા કપની તૈયારીઓના સંદર્ભમાં વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

શ્રેયસ ઐય્યર ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. શ્રેયસ ઐય્યર વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 સીરિઝની પ્રથમ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. જ્યારે, બીજી મેચમાં, તેણે ફક્ત 10 રનની જ ઇનિંગ રમી, જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ તેણે ત્રીજી મેચમાં 24 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેને ચોથી T20 મેચમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.

મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં ઘણા યુવાનોને તક મળી, પરંતુ આ યુવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો બોજો બની ગયા છે. આવેશ ખાન વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ પોતાના નામ પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યો ન હતો અને તે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેની સામે વિરોધી બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા.

વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી મેચમાં આવેશ ખાને 32 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લઈ શક્યો. જ્યારે, ત્રીજી T20 મેચમાં, તેણે 3 ઓવરમાં 47 રન આપ્યા અને આ મેચમાં તે કોઈ વિકેટ મેળવી શક્યો નહીં. આવી સ્થિતિમાં તેને ચોથી T20માં તક મળી શકશે નહીં.

રિષભ પંત પણ વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. સફેદ બોલની ક્રિકેટમાં પંત એટલો પ્રભાવશાળી રહ્યો નથી. આવી સ્થિતિમાં તેને આરામ આપીને સંજુ સેમસનને ચોથી T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનાવવામાં આવી શકે છે. સંજુ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર તક મેળવવા માટે ઉત્સુક છે અને તે અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp