ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કરતા રોહિત શર્માએ લખી ભાવુક પોસ્ટ, આ લોકોનો માન્યો આભાર

PC: siasat.com

રોહિત શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ફેમસ છે. તેણે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે, રોહિતે પોતાની બેટિંગના દમ પર સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો છે, એક સમયે રોહિત શર્માને ટીમ ઈન્ડિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો, પણ આજે તે ભારતના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન છે. આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માએ 15 વર્ષ પૂરા કર્યા છે, તેના પર તેણે એક ઈમોશનલ નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ ભારત માટે આયર્લેન્ડ વિરુદ્ધ 23 જૂન, 2007ના રોજ પોતાનું ડેબ્યૂ કર્યું હતું, ડેબ્યૂ પછી રોહિત શર્માએ ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી, તેના નામથી બોલર્સમાં ડર હતો. રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 15 વર્ષ પૂરા કરતા જ ટ્વીટર પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

તેણે લખ્યું છે કે, બધાને હેલો, ભારત માટે ડેબ્યૂ કર્યા પછી આજે હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કરી રહ્યો છું. એક એવો પ્રવાસ, જેને હું જીવનભર સાચવીને રાખીશ.

આ લોકોનો કર્યો આભાર વ્યક્ત

રોહિત શર્માએ આગળ લખ્યું કે, તે તમામ લોકોને thank you કહેવા ઈચ્છું છું, જે આ પ્રવાસમાં સહભાગી રહ્યા છે. તે લોકોને સ્પેશિયલ થેન્ક યૂ, જેમણે મને પ્લેયર બનવામાં મદદ કરી, જે હું આજે છું, તમામ ફેન્સ, ક્રિકેટપ્રેમીઓ અને ટીકાકારોની ટીમને પ્રેમ અને સપોર્ટ કરવા માટે આભાર.

રોહિત શર્માના નામે વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર નોંધાયેલો છે, તેણે શ્રીલંકા વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા. તેમજ, તે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકાવનાર એકમાત્ર ખેલાડી છે. T20 ક્રિકેટમાં તેણે સૌથી વધુ 4 શતક ફટકાર્યા છે. રોહિત શર્મા હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે.

ભારત માટે રમ્યો ત્રણેય ફોર્મેટ

રોહિત શર્મા ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે, તેણે 45 ટેસ્ટ મેચોમાં 8 સદીના દમ પર 3137 રન બનાવ્યા છે. તેમજ, 230 વનડે મેચોમાં 9283 રન બનાવ્યા છે, જેમાં 29 સદી પણ સામેલ છે. T20 ક્રિકેટમાં તેણે અત્યારસુધીમાં 3313 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp