આર.પી.સિંહે આ ખેલાડી વિશે કહ્યુ- જ્યારે પણ તે વધારે વિચારે છે ત્યારે ભૂલ કરે છે

PC: BCCI

IPL 2022ની સીઝનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાનું શાનદાર ફોર્મ દર્શાવ્યું છે અને ચાલુ સીઝનમાં તેને કેટલીક ધમાકેદાર ઇનિંગ રમીને પોતાની ટીમને મેચ જીતાડી હતી. ત્યારે કાર્તિકના ફોર્મની તેના ફેન્સમાં પણ ભારે ચર્ચા રહી છે. તેવામાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર R.P. સિંહે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને લઈને મોટું નિવેદન આપ્યું છે.

દિનેશ કાર્તિકને લઈને પૂર્વ ફાસ્ટ બોલર R.P. સિંહે કહ્યું છે કે, કાર્તિક ત્યારે જ ભૂલ કરે છે જ્યારે તેનું મગજ સ્પષ્ટ નથી હોતુ. R.P. સિંહ મુજબ દિનેશ કાર્તિકને જેટલા ઓછા બોલ રમવા મળે છે તે તેટલું જ વધારે સારું રમે છે. સારા ફોર્મમાં ચાલી રહેલો દિનેશ કાર્તિક પંજાબ કિંગ્સ સામેના મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે ફક્ત 11 બોલમાં 11 રન જ બનાવી શક્યો હતો. જો કે 13 ઈનિંગમાં તે ફક્ત 5 વાર જ આઉટ થયો છે.

તેની સ્ટ્રાઈક રેટ આ સીઝનમાં સારી રહી છે. તેણે 192.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. R.P. સિંહ મુજબ દિનેશ કાર્તિક એટલા માટે વધારે રન ન બનાવી શક્યો કારણ કે, તેને વધારે બોલ રમવા પડ્યા. આ વાત તેમણે ક્રિકબઝ સાથેની વાતચીત દરમિયાન કાર્તિકની બેટિંગને લઈને કહી હતી.

R.P. સિંહે કહ્યું હતું કે, અંડર 19 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિક મારો બેચમેટ હતો. તે ત્યારે પણ રન આઉટ થયા કરતો હતો. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. જ્યારે પણ તે વધારે વિચારે છે ત્યારે ભૂલ કરે છે. તે આ પ્રકારનો ખેલાડી છે. તેને ઓછુ વિચારવાની તક આપો તે ખુબ સારૂ પ્રદર્શન કરશે. જ્યારે તેને ખબર હોય છે કે ફક્ત 10 બોલ જ બાકી છે ત્યારે તે વધારે સારું રમે છે. બોલ જ્યારે તેના રડારમાં હશે ત્યારે તે શૉટ ફટકારશે.

તેની બોડી લેન્ગ્વેજથી જ ખબર પડી જાય છે. તે ક્રમ માટે તે પરફેક્ટ બેટ્સમેન છે. જો તમે લિવિંગસ્સ્ટોન સાથે તેની સરખામણી કરશો, તો કાર્તિક તેનાથી વધારે સારો ખેલાડી છે. કાર્તિકે ઘણી સારી ઇનિંગ રમી છે અને ટીમને મેચ જીતાડી છે. જોકે, ગઈકાલે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર થઇ હતી અને તેમાં કાર્તિક માત્ર 11 બોલમાં 11 રન જ બનાવી શક્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp