માઈકલ ક્લાર્કે પસંદ કર્યા દુનિયાના 7 મહાન બેટ્સમેન, 2 ભારતીય પણ સામેલ

PC: rvcj.com

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે દુનિયાના 7 મહાન બેટ્સમેનોની પસંદગી કરી છે. ક્લાર્કે જે 7 બેટ્સમેનોની પસંદગી કરી છે, તે તમામ ક્લાર્કના સમયમાં રમી ચુક્યા છે અને તેમાં બે ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. ક્લાર્કે એક ઈન્ટરવ્યૂમાં દુનિયાના 7 બેસ્ટ બેટ્સમેનોની પસંદગી કરી, જેમાં ભારતના સચિન તેંદુલકર અને વિરાટ કોહલી પણ સામેલ છે.

આ ઉપરાંત, તેણે અન્ય 5 બેટ્સમેનોમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, જેક કાલિસ અને એબી ડિવિલિયર્સને પસંદ કર્યા છે. ક્લાર્કે સચિન વિશે કહ્યું, સચિનને આઉટ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. તે ટેકનિકલી ખૂબ જ સક્ષમ હતો. તેની પાસે કોઈ નિર્બળતા નહોતી.

2015માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડનારા ક્લાર્કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશે કહ્યું કે, તે ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે. માઈકલ ક્લાર્કે કહ્યું, વિરાટ કોહલીનો વનડે અને T20 રેકોર્ડ અદ્ભુત છે અને સાથે જ તેણે ટેસ્ટમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે.

માઈકલ ક્લાર્કે પસંદ કરેલા 7 મહાન ખેલાડી

સચિન તેંદુલકર

વિરાટ કોહલી

બ્રાયન લારા

રિકી પોન્ટિંગ

કુમાર સંગાકારા

જેક કાલિસ

એબી ડીવિલિયર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp