Video: લિજેન્ડ્સ મેચમાં સચિને એવી બેટિંગ કરી કે તમે કહેશો, વર્લ્ડ કપમાં રમાડો

PC: hindustantimes.com

આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગને લઈને ઘણા સવાલો પૂછાઈ રહ્યા છે. ઘણા ચાહકો માને છે કે આમાં મોટી સમસ્યા છે. પરંતુ દેહરાદૂનમાં આપણો એક ઓપનર એવી બેટિંગ કરીને ગયો છે જેને જોઈને બધા કહેશે કે આમને તરત જ ટીમમાં બોલાવો અને T-20 વર્લ્ડકપમાં રમાડો.  આ ખેલાડીનું નામ છે સચિન રમેશ તેંડુલકર.

નવ વર્ષ પહેલા ક્રિકેટને અલવિદા કહ્યા પછી સચિન તેંડુલકર આજે પણ એ જ સ્ટાઈલમાં બેટિંગ કરે છે. જેમ તેઓ કરતા હતા. ઇંગ્લેન્ડ લિજેન્ડ્સ સામે રોડ સેફ્ટી સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સ માટે કેપ્ટનશિપની ઇનિંગ રમી રહેલા 49 વર્ષીય સચિન તેંડુલકરે માત્ર 20 બોલમાં 40 રન  ફટકારીને તેના ચાહકોને ખુશ કરી દીધા હતા.

રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. અને ઈનિંગની શરૂઆતથી જ સચિને શાનદાર બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ ઓવરમાં તેણે સ્ટીફન પેરીને ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે તે પછી ત્રીજી ઓવરમાં તેની બેટિંગ ચરમ પર પહોંચી હતી. ક્રિસ ટ્રેમલેટની ઓવરમાં સચિને બે સિક્સર અને એક ફોર ફટકારીને ઓવર પૂરી કરી હતી.

આ પછી તેણે ઝડપી બોલર રિકી ક્લાર્ક પર પણ  એટેક કર્યો. પરંતુ ઝડપથી પોતાની અડધી સદી તરફ આગળ વધી રહેલા સચિનને ક્રિસ સ્કોફિલ્ડે આઉટ કરીને વાપસી કરી હતી. જોકે, તે આઉટ થયો ત્યાં સુધીમાં તેણે પોતાની ટીમનું કામ કરી દીધું હતું. ઇનિંગ્સના વિરામ પહેલા સચિને નમન ઓઝા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 65 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરે આ ઇનિંગમાં 20 બોલનો સામનો કર્યો અને 40 રન બનાવ્યા. તેના દાવમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા.

સચિનની વિકેટ બાદ ઈનિંગ્સ પૂરી કરવાનું કામ એક શ્રેષ્ઠ ફિનિશર યુવરાજ સિંહે કર્યું હતું. યુવીએ માત્ર 15 બોલમાં 31 રન ફટકારીને ટીમનો સ્કોર 15 ઓવરમાં 170 રન સુધી પહોંચાડ્યો હતો.

રોડ સેફ્ટી સિરીઝની વાત કરીએ તો આ સિરીઝમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામેલ છે.

શ્રીલંકા લિજેન્ડ્સની ટીમ ત્રણમાંથી ત્રણ મેચ જીતીને ટેલીમાં ટોચ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp